તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હાર્દિક પછી લાલજી, એ.કે. પટેલની સજા સામે HCનો સ્ટે

હાર્દિક પછી લાલજી, એ.કે. પટેલની સજા સામે HCનો સ્ટે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર ખાતે ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કેસમાં બે વર્ષની સજા પામેલા આરોપી લાલજી પટેલ અને એ.કે. પેટલની સજા સામે હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. હાર્દિક પટેલ બાદ આ કેસમાં વધુ બે આરોપીની સજા સામે પણ કોર્ટે સ્ટે આપ્યો છે.

વિસનગર સેશન્સ કોર્ટે 25 જુલાઇ 2018એ હાર્દિક પટેલ, એ.કે. પટેલ, લાલજી પટેલને તોફાનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. આરોપીઓએ 23મી જુલાઇ 2015એ ના રોજ એ.કે. પટેલની આગેવાની હેઠળ પાટીદારોને અનામત અપાવવા માટે રેલીનું આયોજન કર્યું હતું. ટોળાએ મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ ધારાસભ્ય રિશીકેશ પટેલના કાંસા ચોકડી ખાતેની ઓફિસ પર તોડફોડ કરી હતી. 5000ના ટોળાએ પ્રેસ વીડિયોગ્રાફરના સાધનો તોડી નાખ્યા હતા. આરોપીઓએ પત્રકારો પર લાકડી વડે હુમલો પણ કર્યો હતો.

આ સજાને રદ્ કરવા આરોપીઓએ પિટિશનમાં રજૂઆત કરી કે, બનાવ સમયે તેની હાજરીના કોઇ પુરાવા નથી. જે દલીલો ધ્યાને લઇ કોર્ટે આરોપીઓની સજાને સ્ટે કરી છે.

અન્ય સમાચારો પણ છે...