તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad GMDC પાસે છરીની અણીએ મોબાઇલ અને પાકીટ લૂંટી લેતો આરોપી ઝડપાયો

GMDC પાસે છરીની અણીએ મોબાઇલ અને પાકીટ લૂંટી લેતો આરોપી ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોર્નિંગ વોકમાં નીકળેલા યુવાનને જીએમડીસી ગ્રાઉન્ડ પાસે રોકી છરીની અણીએ મોબાઈલ ફોન અને પાકીટ લૂંટી લેનાર ભૂવન ધાનક(સોની)ની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે.

મેમનગરના સૂરજલમ વેદ (18) સોમવારે સવારે 7 વાગ્યે મોર્નિંગ વોકમાં જીએમડીસી ગ્રાઉન્ડ પાસેથી નીકળ્યા હતા ત્યારે એક યુવાને તેને રોકી ગળે છરી અડાડી મોબાઈલ ફોન અને પાકીટ લૂંટી લીધા હતા. આ અંગે સૂરજમલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં હતું કે લુટારુ મોબાઈલ ફોન અને પાકીટ લૂંટીને ચાલતો હેલમેટ સર્કલ પાસે ગયો હતો અને ત્યાં પાર્ક કરેલી તેની રિક્ષામાં બેસીને ગયો હતો. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તે ભૂવન હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે તેને (લેક વ્યૂ એપાર્ટમેન્ટ, વસ્ત્રાપુર તળાવ) ને ઝડપી લીધો હતો.

ભૂવનની અગાઉ વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી પાસા હેઠળ રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો. હજુ દસ દિવસ પહેલા જ ભુવન જેલમાંથી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...