તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad રામોલમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ

રામોલમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાતનો પ્રયાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરાઇવાડી યશ-વિજય સોસાયટીમાં રહેતા 32 વર્ષીય મનીષભાઇ પટેલે વ્યાજખોરોના ત્રાસથી ગુરુવારે 20 ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેની રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે દોઢ વર્ષ પહેલા લાલાભાઇ રબારી પાસેથી રૂ. 3.20 લાખ 15 ટકા વ્યાજે લીધા હતા. જેના હપ્તા સમયસર ભરી ન શક્તા લાલાભાઇ અને નિલેષ તેને પેનલ્ટી અને વ્યાજ મળી 30 ટકાના લેખે પૈસા ચુકવવા પડશે કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને નિશા માર્કટિંગના અનિલબાઇ તથા કમલેશભાઇને એક લાખનું કામ કરી આપેલુ જેમાં રૂ 2.80 લાખનુ કામ કરી આપવાનું બાકી હોવાથી તેઓ પણ ઉઘરાણી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...