પતિએ પત્નીની બોગસ સહીથી બેંકખાતુ ખોલાવતાં ફરિયાદ

પતિ-પત્ની ત્રણ વર્ષથી સાથે રહેતા નથી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:45 AM
પતિએ પત્નીની બોગસ સહીથી બેંકખાતુ ખોલાવતાં ફરિયાદ
નવરંગપુરામાં રહેતી પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ તેના દસ્તાવેજો રજૂ કરી ખોટી સહીઓ કરી બેંકમાં એકાઉન્ટ ખોલાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરી છે.

નવરંગપુરામાં રહેતા મનપ્રિતકૌર બગ્ગાની ફરિયાદ અનુસાર તેમના લગ્ન દિલ્હીમાં રહેતા મનદીપસિંઘ મખીજા સાથે 2013માં થયા હતા. જે બાદ કામધંધા માટે તેમના પતિ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા, પરંતુ પતિ તેમજ સાસરિયા દ્વારા માનસિક ત્રાસ આપાતો હતો. તેમનો પતિ તેમને મુકીને દિલ્હી નાસી ગયો હતો. આ અંગે તેમણે ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં 2016માં ફરિયાદ પણ નોંધાવી હતી. જેમાં તેમના સાસરિયાઓનો ધરપકડ બાદ છુટકારો થયો હતો જયારે તેમના પતિ વિદેશ નાસી ગયો હતો.

એપ્રિલ-2107માં મનપ્રિતકૌરને તેમના ચાટર્ડ એકાઉન્ટન્ટનો એસબીઆઈ બેંકનો ચેક ત્રણ લાખનો આપ્યો હતો જે જમા થતા મનપ્રિતકૌરે ગુજરાત યુનિ. પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેની તપાસમાં બેંકના દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવતા મનપ્રિતકૌરના આધાર કાર્ડની નકલ અને તેમની સહી હતી.

X
પતિએ પત્નીની બોગસ સહીથી બેંકખાતુ ખોલાવતાં ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App