તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad ચોકલેટની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે યુવકે અડપલાં કર્યાં

ચોકલેટની લાલચ આપી 7 વર્ષની બાળકી સાથે યુવકે અડપલાં કર્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસમાં બાળકીઓ સાથે થઇ રહેલી દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે, ત્યારે નિકોલમાં ચોકલેટ આપવાની લાલચ આપી યુવકે 7 વર્ષની બાળકીને ધાબા પર લઇ જઇ અડપલા કર્યાની ઘટના સામે આવી છે. બાળકીના માતા-પિતાએ નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ધાબા પર લઇ ગયો હતો, બાળકીએ બૂમો પાડી તો મોં દબાવી દીધું, જો કે ધાબા પર એક મહિલા આવી જતા યુવક નાસી ગયો
નિકોલ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય શારદાબહેને 7 વર્ષની દીકરી સાથે અડપલાં થયાની ફરિયાદ કરતા નિકોલ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શારદાબેન પતિ 7 વર્ષની દીકરી સીમા અને 3 વર્ષના દીકરા કેતન સાથે નિકોલ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. મંગળવારે સાંજે 5 વાગે શારદાબહેન શાકભાજી લેવા માર્કેટ ગયાં હતાં. બન્ને સંતાનો ઘરે હતા. તેઓ 7.30 વાગે પાછા આવ્યા ત્યારે બન્ને બાળકો ઘરે ન દેખાતા નિદ્રાધીન પતિને ઉઠાડી બાળકો વિશે પૂછતા પતિએ કહ્યું કે તેઓ તેને શોધવા આવ્યા હતા. એ બાદ દંપતી બાળકોને શોધવા નીક‌ળ્યા, જો કે ન મળતા ઘરે પાછા આવ્યા હતા. એ બાદ 3 નાની છોકરીઓએ સીમા મોતીભાઇ દેસાઇની ચાલીમાં છે એમ જણાવતા શારદાબહેને ત્યાં પહોંચ્યા હતા. જ્યાં માણસોનું ટોળું ભેગું થયું હતું. સીમાને પૂછતા સીમાએ માતાને જણાવ્યું હતું કે તે રામલીલા જોઇ રહી હતી. ત્યારે એક છોકરો તેને ચોકલેટ આપવાનું કહી અહીં ધાબા પર લાવ્યો હતો. તેણે સીમાના કપડા ઉતારતા સીમાએ બૂમો પાડી હતી. જેથી એ યુવકે તેનું મોઢું દબાવી તેની ગુપ્તભાગે સ્પર્શ કર્યો હતો. જો કે કાવ્યાબહેન ધાબે આવતા જોઇ તે યુવક ભાગી ગયો હતો. તેમજ ત્યાં રહેલા જાનકીબહેને સીમાને કપડા પહેરાવ્યા હતા. શારદાબહેને યુવકની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તે હિતેશ નામનો યુવક તેમના જ વિસ્તારમાં રહે છે. અંતે તેમણે દીકરીને છેડતીની ફરિયાદ કરતા નિકોલ પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(પાત્રોના નામ બદલ્યા છે.)

અન્ય સમાચારો પણ છે...