તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad બોર્ડ એક્ઝામનાં ઇ ફોર્મ ભરવા સ્કૂલને વિદ્યાર્થી દીઠ રૂ.10 મ‌ળશે

બોર્ડ એક્ઝામનાં ઇ-ફોર્મ ભરવા સ્કૂલને વિદ્યાર્થી દીઠ રૂ.10 મ‌ળશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયની ગ્રાન્ટ ઇન એઇડ અને સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો ભરવા માટે ઇન્ટરનેટની સુવિધાના ખર્ચ પેટે વિદ્યાર્થી દીઠ 10 રૂપિયા શાળાઓને ચૂકવવાનો બોર્ડે નિર્ણય કર્યો છે. 10 અને 12ની પરીક્ષામાં ઉમેદવારી કરતાં વિદ્યાર્થીઓના ફોર્મ અગાઉ બોર્ડ તરફથી અપાતા હતા. તેની વિગતોના આધારે બોર્ડ તરફથી ઓનલાઇન એન્ટ્રી કરાતી હતી. પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી આ કામગીરી શાળાઓના માથે થોપી દેવાઇ છે. તેમાંય વળી આ કામગીરી બદલ કોઇ રકમ ચૂકવાતી ન હતી. આ અંગે બોર્ડની તા.13મી જૂનના રોજ મળેલી સામાન્ય સભામાં પ્રશ્નોત્તરીની ચર્ચા દરમિયાન સભ્યો તરફથી આવેલાં સૂચનોના પગલે બોર્ડમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો. તેને ધ્યાનમાં લઇને 1લી ઓક્ટોબરના રોજ બોર્ડ તરફથી રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગે સૂચના જારી કરી છે. જ્યાં સુધી ગ્રાન્ટ ઇન-એઇડ તથા સરકારી શાળાઓમાં સરકાર તરફથી ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી આ રકમ ચૂકવવાનો ઠરાવ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...