• Gujarati News
  • National
  • છાપી હાઇવે ઉપરથી રૂ.7 લાખ ભરેલું આખેઆખું ATM તસ્કરો ઉઠાવી ગયા

છાપી હાઇવે ઉપરથી રૂ.7 લાખ ભરેલું આખેઆખું ATM તસ્કરો ઉઠાવી ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠામાં પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર છાપીના પાર્ક એવન્યુ કોમ્પ્લેક્ષમાં બેંક ઓફ ઇન્ડિયાનું ATM તસ્કરો ઉઠાવી ગયા છે. જેમાં લગભગ 7 લાખ રૂપિયા રોકડા હતા. છે. તસ્કરોએ એ.ટી.એમ.માં ઘૂસીને તેમાં લાગેલા કેમેરા ઉપર બ્લેક સ્પ્રે મારીને ત્યારબાદ આંખે આખું ATM એક વાહનમાં ઉઠાવીને લઇ ગયા હતા. તસ્કરોએ ATMનો કાચનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રૂપિયા ભરેલું આખે આખું ATM ઉઠાવી જતા ચકચાર મચી ગઇ હતી. જોકે આ સમગ્ર ઘટનાની જાણ વહેલી સવારે ઘટનાની જાણ થતાં છાપી પી.એસ.આઇ. પરિમલ દેસાઇ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાને પગલે જિલ્લાભરમાં એલર્ટ અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...