• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Ahmedabad City
  • પાટીદાર નેતા ધર્મેશ પટેલે સિગ્નલ તોડ્યું, પોલીસે દંડ કર્યો તો બદલીની ધમકી આપી

પાટીદાર નેતા ધર્મેશ પટેલે સિગ્નલ તોડ્યું, પોલીસે દંડ કર્યો તો બદલીની ધમકી આપી

પંચવટી પાસે પીઅેસઆઈએ રોક્યો હતો પણ કાર ભગાવી, દોઢ કિલોમીટર દૂર પોલીસે ફરી પકડ્યો તો કહ્યું, alt145આદિવાસી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:45 AM
પાટીદાર નેતા ધર્મેશ પટેલે સિગ્નલ તોડ્યું, પોલીસે દંડ કર્યો તો બદલીની ધમકી આપી
નવરંગપુરા વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે એસપીજીના અમદાવાદના નેતા ધર્મેશ પટેલે સિગ્નલ ભંગ કરતા ફરજ પરના ટ્રાફિક પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેણે કાર હંકારી મૂકી હતી. પોલીસે તેનો પીછો કરી કારને સમર્પણ ચારરસ્તા પાસે પકડી પાડી હતી. આ સમયે ટ્રાફિકના પીએસઆઈ જેબલિયાએ ધર્મેશ પટેલ પાસે લાઈસન્સની માગણી કરતાં તે ઉશ્કેરાયો હતો અને મને દંડ કર્યો તો આદિવાસી વિસ્તારમાં બદલી કરાવી દઈશ અને પગ તોડી હાથમાં આપી દઈશ એવી ધમકીઓ આપી હતી.

આ ઉપરાંત તેણે મહેસાણા યુવા ભાજપના નેતા પ્રકાશ પટેલને પણ બોલાવી પોલીસ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતા સમગ્ર મામલો એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ અંગે ટ્રાફિક પોલીસે ધર્મેશ પટેલ સામે પોલીસ કેસ કરવાની તજવીજ હાથ ધરતા ભાજપના અમુક નેતાઓએ ફરિયાદ દાખલ ન થાય તે માટે પ્રયાસો કર્યા હતા. જો કે અંતે ધર્મેશ પટેલ સામે પોલીસે સરકારી કામમાં રૂકાવટ અને ઉદ્ધત વર્તન અંગેનો કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત ધર્મેશ પટેલને સિગ્નલ ભંગના રૂ.1 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

X
પાટીદાર નેતા ધર્મેશ પટેલે સિગ્નલ તોડ્યું, પોલીસે દંડ કર્યો તો બદલીની ધમકી આપી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App