• Gujarati News
  • National
  • બોલિવૂડના ગુજરાતીઓએ ગુજરાતી ફિલ્મોમાં મુવ થવાની જરૂર : મનોજ જોશી

બોલિવૂડના ગુજરાતીઓએ ગુજરાતી ફિલ્મોમાં મુવ થવાની જરૂર : મનોજ જોશી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનોજ જોશીએ સબસિડી વિશે કહ્યું કે, ‘સબસિડી મળે ઈન્ડસ્ટ્રી માટે સારી વાત છે પણ થોડા સમય પહેલા થયેલી નવી સબસિડીની જાહેરાત બાદ ગુજરાતી ફિલ્મો વધારે બનતી થઈ છે. જે ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે સારી વાત છે પણ આજે પણ ઘણા માત્ર સબસિડી મળે માટે ફિલ્મો બનાવે છે.’

િસટી રિપોર્ટર | અમદાવાદ

‘હજૂપણ મને લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ્યાં છે ત્યાંથી ગ્રો કરવામાં ખુબ માવજતની જરૂર છે. ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં સ્ક્રિપ્ટ, સારા દિગ્દર્શક અને સારા કલાકારોની ઉણપ વર્તાય છે. એની પૂર્તિ માટે બોલિવૂડમાં કામ કરતા ગુજરાતીઓએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મુવ થવાની જરૂર છે. શબ્દો છે દિગ્ગજ એક્ટર મનોજ જોશીના. અમદાવાદની મુલાકાત દરમિયાન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિકાસ વિશે વાત કરતા તેમણે વાત કહી. તેમણે વધુમાં ઉમેર્યુ કે, ‘આ ઉપરાંત અહીં માત્ર ગુજરાતી ફિલ્મો રિલિઝ થાય તેવા થિએટર્સ ક્રિએટ કરવાની જરૂર છે, જેથી ઈન્ડસ્ટ્રી છે એના કરતા વધુ ગ્રો કરી શકે. કેરલની વસતિ આપણા કરતા અડધી હોવા છતાં ત્યાંની ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઘણી મોટી છે. આપણો પણ ઈતિહાસ સારો હતો પરંતુ આપણને વચ્ચેના ગાળામાં સારા ડિરેક્ટર અને રાઈટર્સની કમી વર્તાઈ.’

અન્ય સમાચારો પણ છે...