• Gujarati News
  • National
  • તાપી ડીએસપી અમીન દ્વારા પત્રકારને શારીરિક ત્રાસમાં તપાસ કરો: હાઇકોર્ટ

તાપી ડીએસપી અમીન દ્વારા પત્રકારને શારીરિક ત્રાસમાં તપાસ કરો: હાઇકોર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીપોલીસ દ્વારા શારીરિક અને માસીક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ સાથે હાઇકોર્ટમાં થયેલી રિટમાં જસ્ટિસ એ.જે. દેસાઇએ બાબતે તપાસ કરવા માટે સુરત રેન્જ આઇજીને આદેશ આપ્યો છે. સાથે ત્રાસ આપવામાં જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પણ હાઇકોર્ટે સુચના આપી છે.

કેસની વિગત એવી છેકે, દક્ષીણ ગુજરાતમાં સ્થાનિક ન્યુઝ પેપરમાં કામ કરતા શિવનરેશ ભદુરીયાએ હાઇકોર્ટ સમક્ષ કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરી હતીકે, તેમણે તાપી જિલ્લાના વ્યારામાં દારૂના અડ્ડા ચલાવનાર અને પોલીસ વચ્ચેની સાંઠગાંઠ અંગે એક સમાચાર પ્રસિધ્ધ કર્યા બાદ પોલીસે તેને શારીરિક તેમજ માનસીક ત્રાસ આપ્યો હતો. 9મી જુલાઇએ તેને પોલીસ દ્વારા ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ભગીરથ ગઢવીને મળવા માટે નોટીસ મળી હતી. જેથી 10મી જુલાઇએ તે ડીવાયએસપીને મળવા ગયા હતા. પરંતુ તેઓ ડીએસપી એન.કે. અમીન સાથે મીટીંગમાં હોવાથી તેમને અમીનની ઓફીસમાં બોલાવ્યા હતા. જ્યાં તેમને પહેલા ધમકી આપવામાં આવી હતી. જ્યાં એલસીબી પીઆઇ સહિત અન્યોએ તેને આવા સમચાર પ્રસિધ્ધ કરવા સામે રોક લગાવવા માં કહ્યું હતું. તેમણે ધમકી આપી હતીકે, તને પ્રિવેન્શન ઓફ એન્ટી સોસીયલ એલીમેન્ટ હેઠળ ફીટ કરી દઇશ. અમીને ધમકી આપી હતીકે, તે એન્કાઉન્ટર સ્પેશીયાલીસ્ટટ છે. તેની પાસે એક જબરજસ્તી સ્ટેમેન્ટ પણ સહી કરાવવામાં આવ્યું હતુ. જે કેસમાં હાઇકોર્ટે તપાસ કરવા રેન્જ આઇજીને આદેશ આપ્યો છે.

દારૂના ધંધામાં પોલીસની સાંઠગાંઠના અહેવાલ મુદ્દે ત્રાસ અપાતો હતો

સુરતના રેન્જ આઈજીને તપાસનો અહેવાલ રજૂ કરવાનો આદેશ

અન્ય સમાચારો પણ છે...