તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચાલુ કારે મોબાઈલ પર વાત કરતા PSIને રૂ.1 હજાર દંડ

ચાલુ કારે મોબાઈલ પર વાત કરતા PSIને રૂ.1 હજાર દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર પોલીસ ટ્રાફિક મુદ્દે કડક વલણ દાખવ્યું છે. જેમાં તેઓએ સામાન્ય લોકોથી લઇને વીવીઆઇપીને પણ દંડ્યા છે. તેમજ પોતાના વિભાગના કર્મીઓ પર રહેમ નજર રાખવાનું બંધ કરી કાયદો બધા માટે સમાન છે તેવુ બતાવવા કટિબદ્ધ થઇ છે. ત્યારે સોમવારે સવારે રૂરલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પીએસઆઇ મોબાઇલ પર વાત કરતા કાર હંકારી રહ્યા હોઇ ટ્રાફિક એસીપીએ તેમને રૂ. 1 હજારનો સ્થળ મેમો ફટકાર્યો હતો.

પકવાન ચાર રસ્તા પાસે સોમવારે સવારે રુરલ પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પીએસઆઇ એ. પી. જાડેજા ફોન પર વાત કરતા કાર હંકારી રહ્યા હતા. જેથી એસીપી એસ.ડી.પટેલે તેમને મોબાઇલ પર વાત કરવા બદલ1 હજારનો સ્થળ દંડ કર્યો હતો. આ ઉપરાંત શાહીબાગ હેડક્વાર્ટરના દરવાજા પાસે ચાર દિવસે યોજેલી ડ્રાઈવમાં 35 લોકોને હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ કરી રૂ.3500નો દંડ વસૂલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...