• Gujarati News
  • National
  • નિર્ણય | કલા મહાકુંભમાં 15મી જુલાઇ સુધી અરજી સ્વીકારાશે

નિર્ણય | કલા મહાકુંભમાં 15મી જુલાઇ સુધી અરજી સ્વીકારાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ચાલુ વર્ષે યોજાનાર કલા મહાકુંભના રજિસ્ટ્રેશનમાં અંદાજે 25 હજાર રજિસ્ટ્રેશનનો ટાર્ગેટ છે. ઉમેદવારો પોતાનું રજિસ્ટ્રેશન ઓફલાઇન અને ઓનલાઇન કરાવી શકશે. પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચત્તર માધ્યમિક સ્કુલો સહિત કોલેજો અને યુનિવર્સિટી સુધી મહત્તમ પ્રચાર કરાશે. અરજીઓ સ્વીકારવાની શરૂઆત થઇ ગઇ છે. ગતવખતે દસ હજાર જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 15મી જુલાઇ છે. કલા મહાકુંભની ઇવેન્ટ તાલુકા કક્ષાની 16થી 22 જુલાઇ,જિલ્લાની કક્ષાની 17 જુલાઇથી 5 ઓગસ્ટ, પ્રદેશકક્ષાની 8 થી 1 ઓગસ્ટ,રાજ્યકક્ષાની 4થી 10 સપ્ટેમ્બર સુધી આયોજન કરવાનું રહેશે. અધિક જિલ્લા કલેકટર કહ્યું કે સ્પર્ધાનું રેકોર્ડિંગ પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...