તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad બાપુનગરમાં કોન્સ્ટેબલ હત્યા કેસમાં પૂર્વ પ્રેમિકાની ધરપકડ

બાપુનગરમાં કોન્સ્ટેબલ હત્યા કેસમાં પૂર્વ પ્રેમિકાની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાપુનગરમાં કોન્સ્ટેબલને ચપ્પાના એક ડઝન જેટલા ઘા મારી કરાયેલી હત્યામાં તેની પૂર્વ પ્રેમિકાની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ માંગતા પૂર્વ પ્રેમિકા સહિત તમામ આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. પોલીસનો દાવો છે કે કોન્ટેબલની પૂર્વ પ્રેમિકા સાથે મળીને આ હત્યાની પ્લાન ઘડાયો હતો.

રખિયાલના સોનારિયા બ્લોક નજીક પાંચ દિવસ પહેલા રાતે અઢી વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર ઉમેશ ખાડેની પૂર્વ પ્રેમિકાના નવા પ્રેમીએ મિત્રો સાથે મળી ચપ્પાના ઘા મારી હત્યા કરી હતી. જેમાં પૂર્વ પ્રેમિકાની સંડોવણી હોવાની શંકાએ તેની પણ ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...