• Gujarati News
  • National
  • ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેનની ચૂંટણી 25 ઓગસ્ટે

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેનની ચૂંટણી 25 ઓગસ્ટે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4 માસ અગાઉ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 25 સભ્યોની યોજાયેલી ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાની અરજીઓ ટ્રિબ્યુનલે ફગાવી દીધી છે. જેના કારણે ચૂંટાયેલા 25 સભ્યોની યાદી ગેઝેટમાં પ્રસિધ્ધ કરાઇ છે. આથી બાર કાઉન્સિલના ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના હોદ્દેદારોની ચૂંટણી 25 ઓગસ્ટે યોજાશે. તેમજ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના 1 સભ્ય માટેની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે.

માર્ચ મહિનામાં યોજાયેલી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 25 સભ્યોની ચૂંટણીમાં અનેક વાદ વિવાદો સર્જાયા હતાં. અને આ ચૂંટણી રદ કરવા માટે ટ્રિબ્યુનલમાં ફરિયાદ થઇ હતી. જે ફરિયાદ ટ્રિબ્યુનલે કાઢી નાંખી છે. બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન જે.જે.પટેલે આ અંગે જણાવ્યું કે, સમરસ પેનલના 18 સભ્યોની બેઠક 11 ઓગસ્ટે મળશે. જેમાં ચેરમેન, વાઇસ ચેરમેન સહિતની મહત્વની કમિટીના સભ્યો માટે વિચાર-વિમર્શ કરાશે.

અન્ય સમાચારો પણ છે...