તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નેશનલ હેન્ડલૂમમાંથી 20 કિલો પ્લાસ્ટિક જપ્ત, 51 હજાર દંડ

નેશનલ હેન્ડલૂમમાંથી 20 કિલો પ્લાસ્ટિક જપ્ત, 51 હજાર દંડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગે નેશનલ હેન્ડલૂમ કોર્પોરેશન, ડી માર્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. નેશનલ હેન્ડલૂમમાંથી 20 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે અને રૂ. 51 હજારનો દંડ વસૂલ કર્યો છે. જ્યારે ડી માર્ટ પાસેથી રૂ. 11 હજારનો દંડ વસૂલાયો છે. ઘાટલોડિયા, વાડજ, ચાણક્યપુરી, શાયોના સિટી, વગેરે વિસ્તારમાં ચેકિંગ હાથ ધરીને રૂ. 2 લાખ, 80 હજારનો દંડ વસૂલાયો છે. અમરાઈવાડીમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા યુનિટને સીલ કરાયું છે અને 350 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો છે. રાજ્ય સરકારની સૂચનાને પગલે મ્યુનિ. દ્વારા શહેરમાં 50 માઈક્રોન સુધીના પ્લાસ્ટિકના વપરાશ, ઉત્પાદન અને સંગ્રહ પર પ્રતિબંધ લદાયો છે અને ‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’ અભિયાન હાથ ધરાયું છે.

અન્ય સમાચારો પણ છે...