તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની 48 હજાર બેઠકો પર આજથી પ્રવેશ કાર્યવાહી

ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની 48 હજાર બેઠકો પર આજથી પ્રવેશ કાર્યવાહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અેજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

એસીપીસીએ રાજ્યની ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરી કોર્સમાં બીજા વર્ષ અને ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરી છે. 134 કોલેજોની 48253 બેઠકો પર 27મી જૂનથી ચોથી જુલાઈ દરમ્યાન (સાંજે ચાર સુધીમાં) વિદ્યાર્થીઓને કોટક મહિન્દ્રા બેન્કની 34 બ્રાન્ચમાંથી પિન અપાશે. 28મી જૂનથી 5 જુલાઈ દરમ્યાન નિર્ધારિત 54 હેલ્પ સેન્ટરો પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી થશે. તેમ જીટીયુના પ્રવેશ કમિટીના મેમ્બર સેક્રેટરી ડો. જી.પી. વડોદરીયાએ જણાવ્યું છે.

16થી 18 જુલાઈ ચોઈસ ફિલિંગ, 21મીએ ફાઈનલ મેરિટ
રજિસ્ટ્રેશનમાં સુધારાની(એડિટિંગ)ની કાર્યવાહી 6 જુલાઈ

પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની જાહેરાત 16 જુલાઈ

મોક રાઉન્ડની ઓન લાઈન ચોઈસ ફિલિંગ કાર્યવાહી 16થી 18 જુલાઈ

મોક રાઉન્ડનું પરિણામ 21 જુલાઈ

ફાઈનલ મેરિટ લિસ્ટની જાહેરાત 21 જુલાઈ

એક્ચુઅલ એડમિશન માટે ચોઈસ ફિલિંગ 21થી 23 જુલાઈ

એક્ચુઅલ એડમિશન માટેના ફર્સ્ટ સીટની જાહેરાત 26 જુલાઈ

બેન્કમાં ફી ભરવાની કાર્યવાહી 26થી 30 જુલાઈ

MBA-MCAમાં પણ આજથી રજિસ્ટ્રેશન
એમબીએ, એમસીએ, એમસીએ લેટરલની કુલ 172 કોલેજોની 20211 બેઠકો પર પ્રવેશ માટેની રજિસ્ટ્રેશન કાર્યવાહી 27 જૂનથી 66 હેલ્પ સેન્ટર પરથી શરૂ થશે. આ રજિસ્ટ્રેશન કાર્યવાહી ત્રીજી જુલાઈ સુધી ચાલશે. એમબીએ-એમસીએમાં પ્રવેશ માટે પિનની કાર્યવાહી બીજી જુલાઈ સુધી ચાલશે. કુલ 2043 વિદ્યાર્થીઓને પિન અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...