તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભદ્રના ગેરકાયદે ફેરિયાઓને ખસેડવા કાયમી ઉકેલ લાવીશુ

ભદ્રના ગેરકાયદે ફેરિયાઓને ખસેડવા કાયમી ઉકેલ લાવીશુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભદ્ર પ્લાઝાના દબાણો વધવા પાછળના કારણો અંગે ‘દિવ્ય ભાસ્કર’માં પ્રસિધ્ધ અહેવાલ પછી હવે કોર્પોરેશન તેના કાયમી ઉકેેલ માટે વિચારતી થઈ છે. મ્યુનિ.ભાજપ પક્ષના નેતા અમિત શાહે કહ્યું, ‘તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અહીં જડબેસલાક પોલીસ તૈનાત કરી દેવાઈ હતી અને ફેરિયાઓને ખસેડી દેવામાં આવ્યા હતા. અત્યારે સ્થિતિ પહેલા હતી તેના કરતા પણ વધુ બદતર થઈ ગઈ છે ભદ્ર પ્લાઝા બન્યો તે પહેલા ગણ્યાગાંઠયા ફેરિયા હતા પણ હવે સંખ્યા વધી ગઈ છે. અમારી આખી ટીમ (મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, દંડક) તમામ લોકો નજીકના દિવસોમાં કમિશનર સાથે બેઠક કરીશું અને કાયમી ઉકેલ આવે તેવી યોજના બનાવીશું.’

અા તસવીર બદલાવી જોઈએ
પહેલ

રજિસ્ટર્ડ ફેરિયાને માર્ક કરી બેસાડો
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું કોર્પોરેશને કાયદેસર ફેરિયાને આઈડેન્ટીફાય કર્યા છે તેમને યોગ્ય રીતે માર્કસ કરી બેસાડવા જોઈએ. ફેરિયાઓને રોજગારી મળી રહે તો સમાધાન કરવા તૈયાર છે પરંતુ કોર્પોરેશન રજિસ્ટર્ડ ફેરિયાઓની યાદી જાહેર કરતુ નથી.

અન્ય સમાચારો પણ છે...