ચોરસિયા મિલન સમારોહમાં 60 થી વધુ સામૂહિક વિવાહ યોજાશે
કાનપુર | અખિલ ભારતીય ચોરસિયા સમાજનો 11 માર્ચના રોજ 19મો મિલન સમારોહ કાનપુર ખાતે યોજાશે. ચોરસિયા સમાજના આયોજન સમિતિના અધ્યક્ષ કમલ કિશોર ચોરસિયાએ આ વિશે જણાવતા કહ્યુ કે, આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી આશરે 15 હજારથી વધુ લોકો આવવાની સંભાવના છે. સમાજના હોશિયાર વિદ્યાર્થીઓ, સમાજના સેવકો-સ્વજાતિય પ્રતિનિધિઓને સન્માનિત કરવામાં આવશે. સમાજમાં દહેજની કુપ્રથાને બંધ કરવા પ્રયાસરત ચોરસિયા સમાજ પ્રતિવર્ષ કે.પી સમૂહના વિશેષ સહયોગથી અનેક સામૂહિક વિવાહ દહેજવિના સંપન્ન કરાવે છે.