તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યમાં 2થી 5 ઇંચ વરસાદની આગાહી

24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યમાં 2થી 5 ઇંચ વરસાદની આગાહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરીય ઓરિસ્સામાં લો- પ્રેશરની સાથે અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેની અસરોથી 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યમાં ગાજવીજ સાથે 2થી 5 ઇંચ વરસાદની શક્યતા છે. જેમાં 21 ઓગસ્ટ બપોરથી 22મી ઓગસ્ટ બપોર સુધીમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

હવામાન શાસ્ત્રી અંકિત પટેલના જણાવ્યા મુજબ, હાલમાં ઓરિસ્સાનાં ઉત્તરભાગમાં દરિયાની સપાટીથી 7.6 કિ.મી સુધી લો-પ્રેશરની સાથે અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન ફેલાયેલું છે, જે ધીમે ધીમે દેશનાં દક્ષિણ-પશ્ચિમ ભાગ તરફ ઝૂકી રહ્યું છે, તેમજ આગામી 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ-ઉત્તર તરફ આગળ વધશે. તેમજ ઓરિસ્સા, છત્તીસગઢ થઇને મધ્યપ્રદેશનાં ઉત્તર ભાગ સુધી પહોંચશે. જેથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 28. ડિગ્રીથી 4 ડિગ્રી વધીને 32.5 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું.આગામી 24 કલાકમાં અમદાવાદમાં 2 ઇંચથી વધુ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...