એનર્જી, FMCG, બેન્કેક્સ, ટેકનો. ઇન્ડેક્સ ટોચે

બે દિવસથી માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે ઇન્ડેક્સબેઝ્ડ તેજીનો માહોલ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:41 AM
એનર્જી, FMCG, બેન્કેક્સ, ટેકનો. ઇન્ડેક્સ ટોચે
બીએસઇ સેન્સેક્સ ઐતિહાસિક ટોચે આંબવા સાથે પાંચ સેક્ટોરલ્સમાં પણ ઇન્ટ્રા-ડે નવી ઊંચી સપાટી નોંધાઇ હતી. તેમાં એનર્જી, એફએમસીજી, ફાઇનાન્સ, બેન્કેક્સ અને ટેકનોલોજી ઇન્ડેક્સનો સમાવેશ થાય છે. જોકે, એનર્જી ઇન્ડેક્સ છેલ્લે નોમિનલ નરમ બંધ રહ્યો હતો. સેન્સેક્સની આગેવાની હેઠળ ફાઇનાન્સ, બેન્કેક્સ, મેટલ, પાવર, રિયાલ્ટી, સ્મોલકેપ અને મિડકેપ સેગ્મેન્ટમાં પણ સાધારણ સુધારો જારી રહ્યો હતો. જોકે, હેલ્થકેર, ટેલિકોમ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેગ્મેન્ટમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું હતું.

બે દિવસમાં સેન્સેક્સે 359 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો છે. પરંતુ બે દિવસથી માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી છે. એટલુંજ નહિં માત્ર ઇન્ડેક્સબેઝ્ડ તેજી હોય તેમ સેન્સેક્સ તેમજ અન્ય સેક્ટર્સની હેવી વેઇટ્સમાં જ જાણે તેજીનો માહોલ રચાયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. તેના પ્રતિબિંબરૂપે બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2828 સ્ક્રીપ્સ પૈકી 1331માં સુધારો જ્યારે 1351 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છેકે માર્કેટકેપ નેગેટિવ રહેવા સાથે સામાન્ય જનમાનસ ઉછાળે પ્રોફીટ બુકીંગનું રહ્યું છે.

FPIની સતત ખરીદી: વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે પણ રૂ. 370.68 કરોડની નેટ ખરીદી રહી હતી. સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 85.39 કરોડની નેટ વેચવાલી રહી હતી.

ડોલર સામે રૂપિયો નરમ: ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 5 પૈસાની નરમાઇ સાથે 68.68ની સપાટીએ બંધ રહ્યો હતો. અન્ય કરન્સી સામે પણ રૂપિયામાં સાધારણ પીછેહઠ રહી હતી.

5 સેક્ટોરલ્સ ઓલટાઇમ હાઇ

ઇન્ડેક્સ ઓલટાઇમ બંધ +/%

એનર્જી 4687.33 4641.13 -0.03

એફએમસીજી 12333.54 12176.01 0.36

ફાઇનાન્સ 6352.57 6305.86 0.67

બેન્કેક્સ 32106.53 32003.47 1.32

ટેકનોલોજી 7461.76 7431.12 0.14

નિફ્ટી ફ્યુચર 11505 ટેકાની સપાટી

નિફ્ટી ફ્યુચર 11430-11414 પોઈન્ટના સ્ટોપલોસે 11505-11513-11520 પોઈન્ટની સંભાવના ધરાવે છે. 11520 પોઈન્ટ આસપાસ પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર 28404-28444 પોઈન્ટના સ્ટોપલોસે 28303-28280-28220ની સંભાવના ધરાવે છે. 28444 પોઈન્ટ આસપાસ પોઝિશન બનાવવી.

ઇન્ડસઇન્ડ બેન્ક| રૂ.1960ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. ટૂંકા સમયગાળે રૂ.1999-2006ની શક્યતા છે. રૂ.2012 ઉપર તેજીતરફી ધ્યાન

HDFC| રૂ.1960 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ. રૂ.1947ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1993-2002ની સંભાવના છે

ઇન્ડીગો| રૂ.1077 આસપાસ ઓવરબોટ પોઝીશનમાં 1086ના સ્ટોપલોસે વેચવાલાયક. તબક્કાવાર રૂ.1047-1033ની સંભાવના છે. રૂ.1093 ઉપર તેજી તરફી ધ્યાને લેવી. નિખિલ ભટ્ટ, ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ

X
એનર્જી, FMCG, બેન્કેક્સ, ટેકનો. ઇન્ડેક્સ ટોચે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App