તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આયોજન| 53 સેવાઓના ત્વરિત નિકાલ માટે 24મીથી સેવા સેતુ

આયોજન| 53 સેવાઓના ત્વરિત નિકાલ માટે 24મીથી સેવા સેતુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં 53 સેવાઓના ત્વરિત નિકાલ માટે 24 ઓગસ્ટથી સેવા સેતુનો કાર્યક્રમ યોજાશે. દરેક તાલુકામાં છ ગામનું કલ્સ્ટર બનાવી સેવા સેતુ કાર્યક્રમો તબક્કાવાર યોજાશે. જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં સેવા સેતુનો કાર્યક્રમ યોજી 11 જેટલા વિભોગ સ્થળ પર જ અરજદારના પ્રશ્નોનું નિરાકરણ કરાશે. આ કાર્યક્રમમાં આધારા કાર્ડ,7-12ના પત્રકો,રેશન કાર્ડ,જાતી પ્રમાણપત્ર,વિજ જોડાણો,નવા બેંક એકાઉન્ટ ખોલવા તથા આરોગ્ય વિષયક સેવાઓની બાબતો જેવી 53 પ્રકારની બાબતોનો સ્થળ પર જ નિકાલ થાય તેવું આયોજન કરાશે.

અન્ય સમાચારો પણ છે...