અમદાવાદ| મહિન્દ્રા પાવરોલે પર્કિન્સ 2000 સીરિઝ એન્જિન્સથી સંચાલિત kVA ડિઝલ જનરેટર્સ લોંચ કરીને વધારે ક્ષમતા ધરાવતાં kVA જનરેટર્સની રેન્જ વધારી છે. પૂણે નજીક ચાકણ પ્લાન્ટમાં ઉત્પાદિત 12.5 લિટરથી 18 લિટરનાં પર્કિન્સ એન્જિન ધરાવતાં જનરેટરનાં સેટની આ નવી રેન્જ મહિન્દ્રા પાવરોલની ઊંચી kVA સીરિઝમાં લેટેસ્ટ વધારો છે. એન્જિન ટર્બોચાર્જ છે અને એર-ટૂ-એર ચાર્જ કૂલ છે, જે યુરો સ્ટેજ IIIA/U.S. EPA ટિઅર 3 સર્ટિફિકેટ ધરાવે છે.