• Gujarati News
  • National
  • બુલિશ ડાયમંડ પેટર્ન: નિફ્ટીમાં 11500નો સંકેત

બુલિશ ડાયમંડ પેટર્ન: નિફ્ટીમાં 11500નો સંકેત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેશ ત્રિવેદી | અમદાવાદ | નિફ્ટી માટે વીકલી ચાર્ટ ઉપર થોડા દિવસ અગાઉ રચાયેલી બુલિશ ડાયમંડ પેટર્ન પછીથી શેરબજારમાં શરૂ થયેલી ઝંઝાવાતી તેજીમાં વિતેલા સપ્તાહ દરમિયાન થોડી નરમાઇ આવી હતી. પરંતુ સપ્તાહના અંતે નફ્ટી 11350 પોઇન્ટનું સાયકોલોજિકલ લેવલ જાળવવામાં સફળ રહ્યો છે. માર્કેટમાં બે ટ્રેન્ડ ચાલી રહ્યા છે મંદી વાળા કહે છે કે, માર્કેટ ઓવરબોટ છે! સામે તેજીવાળા કહી રહ્યા છે કે, આ તો હજી શરૂઆત છે!! માર્કેટ સેન્ટિમેન્ટ હજી સ્ટ્રોંગ જ છે. ખાસ કરીન પીએસયુ બેન્ક્સ, એફએમસીજી, હેલ્થકેર અને IT સેક્ટરમાં સતત સુધારાની ચાલ જળવાઇ રહેવાનો આશાવાદ હજી એટલો જ પ્રબળ છે.

219 પોઇન્ટના સંગીન સાપ્તાહિક સુધારા સાથે સેન્સેક્સની આગેકૂચ, તમામ સેક્ટોરલ્સ પણ જોડાયા
આગામી સપ્તાહે વૈશ્વિક શેરબજારોની ચાલનો આધાર યુએસ-ચાઇના પ્રેરિત ટ્રેડવોર કેટલી હદે વકરે તે ઉપરાંત કરન્સી માર્કેટમાં ડોલરની સ્થિતિ ઉપર રહેશે. જ્યારે સ્થાનિક બજારોનો આધારા વૈશ્વિક શેરબજારો ઉપરાંત એફપીઆઇ અને સ્થાનિક સંસ્થાઓની ભૂમિકા ઉપર જોવા મળી શકે છે.

જ્યાં સુધી લેવલ્સનો સવાલ છે એવું કહી શકાય કે, નિફ્ટી હવે 11430-11500 પોઇન્ટના લેવલ્સ ક્રોસ કરે તે સમય નક્કી કરશે. આગામી સપ્તાહમાં નિફ્ટી 11290-11234નું મજબૂત ટેકાનું લેવલ જાળવી રાખે તે જોવાનું મહત્વનું રહેશે. જોકે, સ્મોલ-મિડકેપ સેગ્મેન્ટમાં જોવા મળેલી ચાલુ કેલેન્ડર વર્ષની પીછેહઠ પછી વિતેલા સપ્તાહે આ બન્ને સેક્ટોરલ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સંખ્યાબંધ સ્ક્રીપ્સમાં સળવળાટ પણ જોવા મળ્યો છે. તે જોતાં રોકાણકારો અને ટ્રેડર્સે હવે પછીના ટ્રેન્ડમાં સ્ટોક તેમજ સેક્ટર સ્પેસિફક ટ્રેડિંગ કમ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી સાથે આગળ વધવું જોઇએ.

મિડકેપ ઇન્ડેક્સ 294.27 પોઇન્ટ સુધરી 16206.89 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 383.32 પોઇન્ટના સુધારા સાથએ 16833.52 પોઇન્ટ બંધ રહ્યો હતો. અન્ય સેક્ટોરલ્સ પૈકી હેલ્થેકેર ઇન્ડેક્સ 4.61 ટકા, પીએસયુ 3.65 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 3.60 ટકા, ઓઇલ 2.47 ટકા, મેટલ 2.34 ટકા, એફએમસીજી 2.23 ટકા, પાવર 2.08 ટકા, આઇપીઓ 2.07 ટકા, બેન્કેક્સ 1.09 ટકા, કેપિટલ ગુડ્સ 0.77 ટકા સુધર્યા હતા. જ્યારે ઓટો ઇન્ડેક્સ 0.61 ટકા ઘટ્યો હતો.

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા સુધર્યો
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં સાપ્તાહિક 5 પૈસાના સુધારા સાથે 68.60ની સપાટીએ બંધ રહ્યો હતો. અન્ય મેજર કરન્સી સામે પણ રૂપિયામાં સાપ્તાહીક ભારે અફરાતફરી રહ્યા બાદ સુધારાનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો હતો.

એફપીઆઇનું વલણ નેગેટિવ
વિતેલા સપ્તાહે પણ એફપીઆઇનું વલણ નેગેટિવ જ રહેવા સાથે રૂ. 75.29 કરોડની નેટ વેચવાલી રહી હતી. સેન્સેક્સ પેકની 31 પૈકી 22 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી કોલ ઇન્ડિયા સૌથી વધુ 6.32 ટકા વધ્યો હતો. ત્યારપછીના ક્રમે એચયુએલ 6.04 ટકા, પાવરગ્રીડ 5.57 ટકા, સન ફાર્મા 5.01 ટકા, એસબીઆઇ 4.19 ટકા, રિલાયન્સ 4.17 ટકા, એક્સિસ બેન્ક 4.11 ટકા, આઇસીઆઇસીઆઇ બેન્ક 3.92 ટકા અને ઓએનજીસી 3.60 ટકા સુધર્યા હતા. જોકે, 9 સ્ક્રીપ્સ ઘટી હતી. તે પૈકી તાતા મોટર્સ ડીવીઆર 4.33 ટકા, એચડીએફસી બેન્ક 3.68 ટકા અને તાતા મોટર્સ 3.34 ટકા સાથે ટોચે રહ્યા હતા.

નિફ્ટી ફ્યુચર રેન્જ 11303થી 11414 પોઈન્ટ ધ્યાને લેશો
નિફ્ટી ફ્યુચર 11330-11303 પોઈન્ટના સ્ટોપલોસે 11414-11430-11474 પોઈન્ટને સ્પર્શી શકે તેવી સંભાવના છે. 11474 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર 27909 અને 28080 પોઈન્ટના સ્ટોપલોસે 27707- 27630- 27575 પોઈન્ટને સ્પર્શે તેવી સંભાવના છે. 28080 પોઈન્ટ આસપાસ પોઝિશન બનાવવી.

એકસિસ બેન્ક રૂ.553 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.588- રૂ.596 નોંધાવે તેવી શક્યતા છે. રૂ.597 ઉપર તેજી તરફી ધ્યાન.

તાતા મોટર્સ 246-240ના સપોર્ટથી રૂ.272થી રૂ.285 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.

અદાણી પોર્ટસ છેતરામણા ઉછાળે રૂ.427ના સ્ટોપલોસથી વેચાણલાયક પ્રત્યાઘાતી ઘટાડે 388-380 આસપાસ નફો બુક કરવો.

તાતા સ્ટીલ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.573 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.544-537ની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.577નો સ્ટોપલોસ ધ્યાને લેવો.

નિખિલ ભટ્ટ, ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ

અન્ય સમાચારો પણ છે...