તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad યુનિ.ની લાઈબ્રેરીમાં વાંચનનો સમય અઢી કલાક વધારાયો

યુનિ.ની લાઈબ્રેરીમાં વાંચનનો સમય અઢી કલાક વધારાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ મુખ્ય ગ્રંથાલય સરદાર પટેલ વાંચન કેન્દ્રમાં વિદ્યાર્થીઓને વાંચન માટે વધુ સમય મળી રહે તે હેતુસર લાઈબ્રેરીમાં રીડિંગ માટેનો ટાઈમ 2.30 કલાક જેટલો લંબાવવાનો નિર્ણય કરાયો છે.

2500થી વધુએ વાંચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, રોજ 1 હજાર વિદ્યાર્થી લાભ લે છે
યુનિવર્સિટી લાઈબ્રેરીમાં વાંચન માટેનો સમયગાળો સવારે આઠથી રાતના આઠનો હતો, તે વધારીને રાતના 10.30 સુધીનો કરાયો છે. આમ ગુજરાત યુનિવર્સિટી લાઈબ્રેરીમાં રીડિંગ માટેનો સમયગાળો વધવાથી કુલ રીડિંગ માટેનો સમયગાળો સાડા ચૌદ કલાકનો થયો છે.

હાલમાં સાયન્સ,કોમર્સ, આર્ટ્સ,લો,એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના આશરે 2500થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટી લાઈબ્રેરીના સભ્યો વાંચન માટે રજિસ્ટર્ડ થયા છે. જે વિદ્યાર્થીઓ પૈકીના આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓ પ્રતિ દિવસ આ લાઈબ્રેરીનો લાભ લે છે. યુનિવર્સિટીના ઈન્ચાર્જ લાઈબ્રેરિયન યોગેશ પારેખે કહ્યું કે, વિદ્યાર્થીઓ યુપીએસસી-જીપીએસસીની વિવિધ પોસ્ટની ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...