• Gujarati News
  • National
  • ઈશરત કેસમાં વણજારા અમીનની સંડોવણીના પ્રથમદર્શી પુરાવા : કોર્ટ

ઈશરત કેસમાં વણજારા-અમીનની સંડોવણીના પ્રથમદર્શી પુરાવા : કોર્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
14 વર્ષ અગાઉ મુંબઇની 19 વર્ષીય ઇશરત જહા સહિત 4ના એન્કાઉન્ટર કેસમાં પૂર્વ પોલીસ અધિકારી વણજારા અને અમીને બિનતહોમત છોડી મુકવા કરેલી અરજી સીબીઆઇ જજ જે.કે.પંડ્યાએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું કે, આ કેસમાં ડિસ્ચાર્જ કરાયેલા પી.પી.પાંડે સામે પુરાવો નથી. જયારે વણજારા-અમીન સામે અપહરણ-હત્યા સહિતના કાવતરામાં સક્રિય રોલ હોવાના પ્રથમદર્શનીય પુરાવા હોવાથી છોડી ના શકાય. કોર્ટે આરોપીઓ સામે કાનૂની પ્રક્રિયા માટે સરકારની મંજૂરી કેમ નથી મેળવી તેનો 1 માસમાં ખુલાસો માગી વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે રાખી છે.

15 જૂન 2004ના રોજ ઇશરત, પ્રણેશ, પાકિસ્તાની નાગરિકો જીશાન અને અમજદઅલી રાણાનું ક્રાઇમ બ્રાન્ચે એન્કાઉન્ટર કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...