તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોલીસના ડરે કર્ણાવતી ક્લબ નવરાત્રીમાં 1400 કારનું પાર્કિંગ ઊભું કરશે

પોલીસના ડરે કર્ણાવતી ક્લબ નવરાત્રીમાં 1400 કારનું પાર્કિંગ ઊભું કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્ણાવતી ક્લબે ટ્રાફિક ઝુંબેશ પછી પોલીસના ડરે 1400 કારના પાર્કિંગ માટેની વ્યવસ્થા ગોઠવી છે. ક્લબના પ્રેસિડેન્ટ જયેશ મોદીએ જણાવ્યું છે કે, તેઓ મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી નવરાત્રી મહોત્સવ માટે મંજૂરી માંગશે. સોમવારે યોજાયેલી કર્ણાવતી ક્લબની એજીએમમાં મહત્વના હોદ્દાઓ પર નિમણૂકો થઇ હતી.

કર્ણાવતી ક્લબની આસપાસના ખુલ્લા પ્લોટના માલિકો વાટાઘાટો ચાલી રહી છે. આ પ્લોટ 10 દિવસ માટે ભાડે લેવાનું નક્કી કરાયું છે. હાલ કર્ણાવતી ક્લબ પાસે 1000 કાર પાર્કિંગ માટેની જગ્યા છે.

પાછળના સભ્યના પ્લોટમાં 150 કાર પાર્ક થઇ શકે છે. ત્યારે હવે બીજા કેટલાક પ્લોટ મેળવ્યા બાદ 1400 કારના પાર્કિંગના વ્યવસ્થા ગોઠવાઇ જશે. એટલે કે કર્ણાવતી ક્લબમાં 4 થી 5 હજાર લોકો માટેનું પાર્કિંગ ઉપલબ્ધ હશે તેવું ક્લબ સંચાલકો માની રહ્યા છે.

કર્ણાવતી ક્લબ હાલ 60 લાખની ખોટમાં હોવાની વાતનો પણ પ્રમુખે છેદ ઉડાડી દીધો હતો. ક્લબમાં ગત વર્ષે 15 કરોડની વાર્ષિક આવક હતી જે ચાલુ વર્ષે વધીને 22 કરોડ પર પહોંચી છે.

પવનચક્કીથી 1.70 લાખ યુનિટ વીજ ઉત્પાદન
કર્ણાવતી ક્લબે પવન ઊર્જાના સ્ત્રોતથી વીજ ઉત્પાદન કરી વીજ બીલ ઘટાડવાની દિશામાં પગલુ આરંભ્યું છે. પવનચક્કી વર્ષે 36 લાખ યુનિટ કરતા વધારે વીજ ઉત્પાદન કરશે. 11 દિવસથી કાર્યરત થયેલી પવનચક્કીએ અત્યાર સુધીમાં 1.70 લાખ યુનિટ વીજ ઉત્પાદન કર્યું છે. ત્યારે ક્લબને મફત વીજળી મળવાને કારણે તે રકમ વિકાસ પાછળ ખર્ચાશે.

આ હોદ્દેદારોની વરણી કરવામાં આવી
પ્રેસિડન્ટ જયેશ મોદી, વાઇસ પ્રેસિડન્ટ ડો. આશીષ દેસાઇ, નિમેશ પટેલ, સતિષ શાહ, સેક્રેટરી રાજીવ પટેલ, જોઇન્ટ સેક્રેટરી કેતન પટેલ, વિજય મહેતાની નિમણૂક થઇ છે.

એક સભ્યની કંપની ડિફોલ્ટર હોવા છતાં તેમની નિમણૂક થતાં વિવાદ
અમદાવાદ ઃ ક્લબની એજીએમ બાદ બે સભ્યોની નિમણૂક મુદ્દે વિવાદ ઉભો થયો છે. પરેશ પટેલની કંપની ડિફોલ્ટરની યાદીમાં હોવા છતાં તેમની નિમણૂક મુદ્દે જયેશ મોદીએ કહ્યુંકે, બેલેસન્સ શીટના આધારે કેન્દ્ર સરકારની નીતિને ધ્યાને લઇ શેલ કંપનીનું લિસ્ટ બનાવ્યું હતું તેમા પરેશ પટેલની કંપનીનો પણ સમાવેશ થયો હતો. જો તેઓ ડીફોલ્ટર હશે તો આગામી ચૂંટણી નહીં લડી શકે. અગાઉ ગીરીશ દાણી ગૃપ સાથે જોડાયેલા શૈલેષ શાહની કોઓપ્ટ સભ્ય તરીકે નિમણૂકમાં વિવાદ થયો હતો. આ મુદ્દે તેમણે કહ્યુંકે, શૈલેષ શાહ કોઓપ્ટ છે, તે ઇલેક્ટેડ ડિરેક્ટર નથી. ભૂતકાળમાં નિમેશ પટેલ પણ અમારી સામે ચૂંટણી લડ્યા હતા પણ અમારી સાથે જોડાયા બાદ ક્લબમાં હોદ્દાદાર તરીકે નિમાયા છે.

અન્ય સમાચારો પણ છે...