• Gujarati News
  • National
  • વરસાદને રીઝવવા માટે રાજ્યભરમાં 1008 જગ્યાએ મહારુદ્ર અભિષેક કરાશે

વરસાદને રીઝવવા માટે રાજ્યભરમાં 1008 જગ્યાએ મહારુદ્ર અભિષેક કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા સમગ્ર રાજ્યમાં વરસાદ સારો પડે તે હેતુસર સમગ્ર ગુજરાતમાં 1008 જગ્યાએ મહારુદ્ર અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રાવણ માસના પ્રથમ જ દિવસથી મહારુદ્ર અભિષેકની શરૂઆત કરવામાં આવશે. મહા રુદ્ર અભિષેક દરમિયાન ટોટલ 18 ટીમો સાથે રહીને વિવિધ જગ્યાએ અભિષેક કરવામાં આવશે.

અભિષેક દરમિયાન ઉપયોગમાં લેવાનારી સામગ્રી આરોગ્ય માટે લાભદાયી
રાજ્યમાં ઓછા વરસાદના કારણે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા સમગ્ર રાજ્યમાં મહારુદ્ર અભિષેક કરવામાં આવશે. અભિષેક દરમિયાન કુલ 18 ટીમો જેમાં 1 સ્વામી , 2 વિદ્વાન પંડિત અને 11 સેવક સેવા આપશે. જેમાં પ.પૂ શ્રી રવિશંકરજીના શિષ્ય ઉદય ક્રિષ્ના અને સાધ્વીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સારો વરસાદ આવે , ખેતી સારી થાય તેમજ વ્યક્તિના જીવન અને સમાજ પર મંડરાયેલી નકારાત્મક શક્તિઓનો ક્ષય થાય તે હેતુ સર મહારુદ્ર અભિષેક કરવામાં આવશે. આ અભિષેક દરમિયાન જે પણ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે તે સામગ્રી માનવ શરીરના સ્વાસ્થ માટે ખૂબ જ જરૂરી છે. આશરે એક અભિષેકમાં લાખો ભક્તો દ્વારા 108 ૐ નમઃ શિવાયની માળા કરાશે. પુરાણોન્તમાં પણ મહા રૂદ્ર અભિષેકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રકારના અભિષેક કરવાથી આજુબાજુના વિસ્તાર શાંતિમય બને છે.

લાખો ભક્તો ઓમ નમ: શિવાયની માળા કરશે
આ વર્ષે ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે, તેથી મેઘરાજાને પ્રસન્ન કરવામાં માટે અભિષેક કરાશે. તેમજ અભિષેક વૈદિક કાળથી ચાલી આવતી પદ્ધતિ છે. રુદ્રના મંત્રોથી અાંતરિક અને બાહ્ય જગત પર તેની અસર થાય છે. આવા પ્રકારની પૂજા કરવાથી વ્યક્તિને સુખ ને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અભિષેક દરમિયાન ઉપયોગમાં લેવાતી સામગ્રી પંચામૃત બીલીપત્ર કપૂર ધુર્વ ફૂલની હારમાળા. આ અભિષેકમાં આવતા ભક્તો દ્વારા એક ઓમ નમ: શિવાયની માળા કરવામાં આવશે. એટલે કે, લાખો ભક્તો દ્વારા એકસાથે ઓમ નમ: શિવાયની ધૂન થશે. આવનારા દિવસોમાં સારો વરસાદ આવે તેના હેતુસર 12 ઓગસ્ટના દિવસથી જ જુનાગઢ ખાતેથી જ રૂદ્ર અભિષેકનો પ્રારંભ કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...