તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેર આસપાસની 50 ફેક્ટરી રોજ 7 લાખ કિલો અખાદ્ય માવો વેચે છે

શહેર આસપાસની 50 ફેક્ટરી રોજ 7 લાખ કિલો અખાદ્ય માવો વેચે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં માવા બનાવાની અંદાજે 50 ફેક્ટરી આવેલી છે. એક ફેક્ટરીમાં દરરોજ સરેરાશ દસથી વીસ હજાર કિલો માવો બને છે. આ ફેક્ટરીઓ રોજ અંદાજિત પાંચથી સાત લાખ કિલો માવો તૈયાર થાય છે તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમે આ ફેક્ટરીઓમાંથી માવાના નમૂના લીધા છે. બરફીના નામ હેઠળ આ માવાનું વેચાણ થાય છે. આ નમૂનામાંથી મોટાભાગના સબસ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ હોવાનું હેલ્થ લેબમાં પુરવાર થયું છે.

કાલુપુર સહિત દહેગામ જીઆઇડીસી, ઝાંક ગામની જીઆઇડીસી,ગલુદણ ગામ તેમજ તેની આસપાસના ગામોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં મીઠો માવો, બરફી, કલરયુક્ત માવો બનાવે છે. સામાજિક કાર્યકર રોહિત શાહે કહ્યું કે મીઠા માવામાં વેજિટેબલ ઓઇલ,સ્કીમ્ડ મિલ્ક પાઉડર સૂગર, કલર તેમજ અન્ય ખાદ્ય પદાર્થોનો ઉમેરો કરાય છે. આ પ્રકારનો માવો આરોગ્ય માટે ઘણો જોખમી છે.

કાલુપુર, દહેગામ, ઝાંક અને ગલુદણ GIDCમાં ફેક્ટરીઓ ધમધમે છે
ભેળસેળિયા માવાની

અા તસવીર બદલાવી જોઈઅે

દહેગામના સેમ્પલની તપાસ થશે
કેટલાક કિસ્સામાં માવાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોય છે. રૂટીન તપાસ થાય છે. દહેગામથી આવતા માવાના સેમ્પલની તપાસ થશે. બિનઆરોગ્યપ્રદ માવો વેચનારા સામે કાર્યવાહી થશે. ભાવિન સોલંકી, મ્યુનિ.હેલ્થ ઓફિસર

ફેક્ટરી રજિસ્ટર્ડ ન હોવાથી પકડવામાં મુશ્કેલી
ફેક્ટરીઓમાં સ્વચ્છતાના ધોરણો જળવાતા નહીં હોવાથી કેટલાક કિસ્સામાં બરફી કે માવો ઉત્પાદન થતું હોય તે સ્થળ રજિસ્ટર્ડ હોતું નથી. જો સરકારી અધિકારીઓ તપાસ અર્થે આવે તો સ્થળ પર ઉત્પાદનની કામગીરી જોવા મળતી નથી. આ પછી પણ તપાસમાં કોઇ ગેરરીતિ બહાર આવે તો વેપારી ફેક્ટરીમાં ઉત્પાદન થતું ન હોવાનું પુરવાર કરી પોતાનો બચાવ કરી લેતા હોય છે.

આવા વેપારીઓને કડક સજા થવી જોઈએ
મીઠાઇના ભાવો વધતા જાય છે. કેટલીક જાણીતી બ્રાન્ડના વેપારીઓ તો પ્રતિવર્ષ ભાવ વધારે છે. જેથી ઉત્પાદન તેમજ વેચાણ સ્થળની સમયાંતરે તપાસ થવી જોઇએ. મ્યુનિ.હેલ્થ વિભાગ માત્ર દિવાળીમાં તપાસ કરી સંતોષ માને છે. કડક નિયમો હેઠળ વેપારીને દંડાત્મક અને કાયદેસર કાર્યવાહી થવી જોઇએ.

બરફીના નામે માવો વેચાય છે
દહેગામની કેટલીક ફેક્ટરીઓમાંથી તાજેતરમાં સેમ્પલ લઇ તપાસ માટે મોકલાયા છે. બરફીની નામે માવાનું વેચાણ થઇ શકે નહીં.તહેવારોમાં તપાસ થશે. દીપિકા ચૌહાણ, હેલ્થ કમિશનર, ગાંધીનગર.

અન્ય સમાચારો પણ છે...