તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટ્રાફિકની ઝુંબેશના પગલે પાથરણા સંઘે 27 ઓગસ્ટે બંધનું એલાન આપ્યું

ટ્રાફિકની ઝુંબેશના પગલે પાથરણા સંઘે 27 ઓગસ્ટે બંધનું એલાન આપ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટના આદેશ બાદ શહેર પોલીસ કમિશનર અને કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઇવના પગલે લારી ગલ્લા તેમજ પાથરણાવાળાઓની રોજીરોટી પર માઠી અસર પડી છે. જેના પગલે ગુજરાત લારી ગલ્લા, પાથરણાવાળા સંઘે 27 ઓગસ્ટેએ બંધનું એલાન જાહેર કર્યું છે. સંઘના કન્વીનર રાકેશ મહેરિયાના જણાવ્યું કે, તંત્રની તાનાશાહીના કારણે અમારી રોજીરોટી તથા બાળકોના ભણતર પર ગંભીર પ્રશ્ન ઉદભવ્યો છે. છતા પણ તંત્રના પેટનું પાણી ના હલતા અમારે નાછૂટકે આંદોલનના રસ્તે જવાની ફરજ પડી છે. સોમવારના રોજ ગુજરાતના તમામ લારી-ગલ્લા, પાથરણાવાળા બંધનું એલાન જાહેર કરીએ છીએ અમે સંમેલન બાદ મુખ્ય મંત્રંીશ્રીને આવેદન પત્ર પાઠવા જવાના છીએ. તેમજ 23 ઓગસ્ટના રોજ એરપોર્ટ પર વડાપ્રધાનશ્રીને મળવા જવાના છીએ.”

અન્ય સમાચારો પણ છે...