તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોલા, ચાંદખેડા અને વસ્ત્રાલમાં ત્રણ ઘરફોડ ચોરી

સોલા, ચાંદખેડા અને વસ્ત્રાલમાં ત્રણ ઘરફોડ ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોલા જૂના ક્વાટર્સમાં રહેતા પરેશકુમાર મણિલાલ પ્રજાપતિના ઘરમાં શનિવારે સવારના 11.45થી બપોરના 3.30 વાગ્યા દરમિયાન અજાણી વ્યક્તિ પ્રવેશી હતી. જે ઘરમાંથી રોકડ તથા એક્ટિવાની ચાવી ચોરી એક્ટિવા મળી કુલ રૂ. 1.15 લાખની મતા ચોરી ગઇ હતી. જ્યારે ચાંદખેડા લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા નાયક જયંતીભાઇ પ્રહલાદભાઇ નાયકના મકાનમાં શનિવારે સવારે 11.30 વાગે અજાણી વ્યક્તિ પ્રવેશી હતી. જે ઘરમાંથી દાગીના તથા કિંમતી વસ્તુઓ મળી કુલ રૂ. 1.29 લાખની મતા ચોરી ગઇ હતી. વસ્ત્રાલ ઉત્સવ હાઇટ્સમાં રહેતા અશ્વિનભાઇ જયંતીભાઇ પટેલની જનતાનગર ક્રિષ્ણાપાર્ક સોસાયટી વિભાગ -1માં ‘જય રત્નેશ્વરી ડેરી પ્રોવિઝન સ્ટોર્સ’માથી રૂ. 46 હજારની મતા ચોરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...