રોયલ ફેમિલીઝે રજૂ કર્યું રજવાડી હેરિટેજ ક્લોથ-જ્વેલરી કલેક્શન

રોયલ ફેબલ્સ એક્ઝિબિશનમાં રજવાડી હેરિટેજ ગાર્મેન્ટ્સ રજૂ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:40 AM
રોયલ ફેમિલીઝે રજૂ કર્યું રજવાડી હેરિટેજ ક્લોથ-જ્વેલરી કલેક્શન
વસ્ત્રાપુરની હોટેલમાં દેશભરના રોયલ પરિવાર દ્વારા રોયલ ફેબલ્સ એક્ઝિબિશન યોજાયું હતું. જેમાં રોયલ પરિવાર દ્વારા રાજવી ગાર્મેન્ટસ, જ્વેલરી એક્ઝિબિટ કરાયા હતા. અમદાવાદ ચેપ્ટર ઓફ આંત્રપ્રિન્યોરે ઇવેન્ટ હોસ્ટ કરી હતી જેને વડોદરાના રાધિકા રાજે ગાયકવાડે લોન્ચ કર્યું હતું. મલ્લિકા સારાભાઈ દ્વારા એલિફન્ટ પરેડને અનવેલ કરાયું હતું. કિશનગઢના પ્રિન્સેસ વૈષ્ણવી કુમારી અને રામપુરના નવાબ ક્ઝિમ અલી રોયલ દ્વારા બેસન અચાર શીખવાડવામાં આ‌વ્યું હતું.

દેશભરની રોયલ ફેમિલીઝે આપી હાજરી

વડોદરાના એચ એચ મહારાણી રાધિકા રાજે ગાયકવાડ, ઉમંગ હઠીસિંઘ, કિશનગઢના પ્રિન્સેસ વૈષ્ણવી કુમારી, ખજુરગાંવના કનવરાણી સુનિતા સિંઘ,પન્નાના પ્રિન્સેસ ક્રિષ્ના કુમારી, અયોધ્યાના પ્રિન્સેસ મંજરી મિશ્રા અને પ્રિન્સ યતીન્દ્ર મિશ્રા, અંબિકા ઘોરપડે સંદુર, જોધપુરના રાણી કવિતા કુમારી સાહીબા,માંડવાના ઠાકુરાણી દર્શનાકુમારી, કનવરાણી કામિની સિંઘ સીહોરા, બૈશા પુષ્પિતા સિંઘ ખારવા, રાણી જયકિર્તી સિંઘ બારિયા, કનવરાણી દીપ્તિ સિંઘ, કાચ્ચી બરોડા, કનવ રાણી ગીતાંજલી સિંઘ ઇડર,રાજકુમારી વિણા સિંઘ પદરોના, તેહરી ગઢવાલના આર કે ગીતાંજલી શાહ, ધેનકનલનાં કનવરાણી મિનલ સિંઘ, રુપલ શબનમ ત્યાગી નેહતોરને આમંત્રિત કરાયા છે.

ફેશન શોમાં 65 રોયલ કોશ્ચ્યૂમ્સ રજૂ થયાં

8મી ઓગ્સ્ટનાં રોજ સિટી હોટલ ખાતે રોયલ ફેમિલીઝે ફેશન શોમાં ઉપસ્થિત રહ્યા હતા. સિટીનાં જાણિતા ફેમસ રોયલ ટેક્સટાઇલ અને કોશ્ચ્યૂમ રિવાઇવિસ્ટ ઉમંગ હઠીસિંઘ દ્વારા ઓટમ-વિન્ટર રોયલ કલેક્શન પર ફેશન વૉક કરાયું હતું,. શોમાં પાંચ સિક્વન્સમાં કુલ 65 જેટલા રોલય કોશ્ચ્યૂમ્સ તેમજ હેરિટેજ જ્વેલરી રજૂ કરાઈ હતી. રોયલ ગાર્મેન્ટસમાં સૌથી વધુ ચંદેરી, સિલ્ક તેમજ વેલવેટમાં હેવી બ્રાઈડલ કલેક્શન શોકેસ થયા હતાં. રોયલ ફેબલ્સના ફાઉન્ડર અંશુ ખન્ના, જર્મનીના સ્ટર્નહેગન અને મેસરાટી, હઠીસિંઘ કંપનીના ફાઉન્ડર ઉમંગ હઠીસિંઘ આ મેજિકલ ઇવેન્ટ ક્યુરેટ કરી હતી.

X
રોયલ ફેમિલીઝે રજૂ કર્યું રજવાડી હેરિટેજ ક્લોથ-જ્વેલરી કલેક્શન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App