• Gujarati News
  • National
  • પોલીસ પકડશે નહીં તેવી લાલચથી પ્રેસકાર્ડ આપવાના બહાને છેતરપિંડી

પોલીસ પકડશે નહીં તેવી લાલચથી પ્રેસકાર્ડ આપવાના બહાને છેતરપિંડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | વટવામાં એક ઠગે લોકોને દિલ્હી ક્રાઇમ ભ્રષ્ટાચાર વિરોધી મોરચા નામે ઓફિસ ખોલી માથા દીઠ રૂ. 1500 લઇ લોકોને સભ્ય બનાવી પૈસા પડાવ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. લોકોને લાલચ અપાઈ હતી કે જો તમે આ મોરચાના સભ્ય બનશો તો તમને બે સ્ટિકર અને આઇકાર્ડ અપાશે. જેથી તમારા વાહનને પોલીસ નહીં રોકે અને ટોલટેક્સ નહીં ભરવો પડે.

સભ્ય દીઠ 1500 રૂપિયા ઉઘરાવતાં વટવામાં પોલીસ ફરિયાદ
આ લાલચ આપી તેણે અનેક લોકો સાથે છેતરપિંડી કર્યાની શંકા હોઇ પોલીસે તપાસ હાથ ધરી હતી.

વટવા નિગમ સોસાયટીમાં રહેતા ઉમાકાંત ક્ષત્રિયે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ‘તેમની બાજુમાં યમુનાશંકર ચંદ્રરામ પાંડે રહે છે. તેમણે 2017માં ઉમાકાંતને કહ્યું હતું કે તેઓ દિલ્હી ક્રાઇમ ભ્રષ્ટાચાર વિરોધી મોરચો ચલાવે છે. તેમની ઓફિસ ગેબનશા શ્રીજી કોર્નર પાસે પાર્થ સોસાયટીમાં આવેલી છે. તેમજ જણાવ્યું હતું કે, તમે અમારા સભ્ય બનો તો પ્રથમ વાર રૂ. 1500 ભરવાના અને અમે તમને એક કિટ આપીશું. જે કિટમાં એક ફોરવ્હીલ તથા એક ટૂ વ્હીલર પર લગાવવાનું સ્ટિકર આપવામાં આવશે. જેનાથી તમારું વાહન કોઇ પોલીસ પકડશે નહીં અને કોઇ દંડ કરશે નહીં.

ભારતના કોઇ પણ ટોલટેક્સ પર તમારી પાસે ટોલટેક્સ માંગશે નહીં. તમારા નીચે જેટલા વધારે સભ્યો બનાવશો. તેટવા વધારે પૈસા મળશે. તમને ક્યાંય રોકે તો મને ફોન કરશો હું પતાવી દઇશ. તેમજ મહિને બે મેગેઝિન તેમની ઓફિસે આ અંગેના મળશે એમ જણાવ્યું હતું. તેઓએ 1500 આપી કિટ લીધી હતી. તેમજ 23 મે 18ના રોજ ઉમાકાંત રાજસ્થાન ગયા હતા ત્યાં અને 3 જુલાઇ 18ના રોડ ગાડી ઉજ્જૈન ગયા હતા. બન્ને જગ્યાએ આઇકાર્ડ બતાવા છતાં ટોલટેક્સ ભરવો પડ્યો હતો.

આ અંગે યમુનાશંકરને વાત કરતા તેમણે ગોળગોળ વાત કરી હતી. પોલીસે અનેક લોકો સાથે છેતરપિંડી થયાની ભીતિ હોઇ યમુનાશંકર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...