તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad અડાલજ ચોકડીથી ત્રિમંદિર સુધી 400 મીટરનો રોડ 12 લેનનો થશે

અડાલજ ચોકડીથી ત્રિમંદિર સુધી 400 મીટરનો રોડ 12 લેનનો થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સરખેજ, ચાંદખેડાથી મહેસાણા જતી વખતે અડાલજ ચોકડીથી ત્રિમંદિર વચ્ચેના 400 મીટરના રસ્તે દિવસ દરમિયાન ભારે ટ્રાફિક રહે છે, જેને નિવારવા માટે હવે અહીં 12 લેનનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. બે મહિનામાં આ કામ શરૂ થશે.

સરખેજ, ચાંદખેડાથી મહેસાણા, કલોલ, પાટણ જવું હોય તો આ રોડનો ઉપયોગ થાય છે જેથી ભારે ટ્રાફિક સર્જાય છે
અડાલજ પાસે ક્રોસ થતાં ગાંધીનગરથી સરખેજ અને સાબરમતીથી મહેસાણાને જોડતા માર્ગ પર અડાલજ ક્લોવર લીફ નીચે અંડરબ્રિજથી કલોલ તરફ જમિયતપુરા ક્રોસિંગ સુધીના રસ્તા પર ભારે ટ્રાફિકને કારણે અહીં વારંવાર અકસ્માત પણ થતા હોય છે, કારણ કે આ પટ્ટામાં હાઈવેને સમાંતર સર્વિસ રોડ અપાયો નથી.

સાબરમતી, અડાલજ, કલોલ, મહેસાણા હાઈવેને અડાલજ પાસેના ક્લોવર લીફ બ્રિજ પાસેથી જમિયતપુરા રેલવે ક્રોસિંગ સુધીના પટ્ટામાં સર્વિસ રોડ આપવા પાટનગર યોજના વિભાગ દ્વારા દરખાસ્ત કરાયાના બે વર્ષ સુધી કોઈ કામ થયું નહોતું. હવે આ યોજના અમલામાં મૂકવામાં આવશે. 12 લેન માર્ગ પાછળ 15 કરોડ ખર્ચાય તેવો અંદાજ છે.

આ માટે મહત્ત્વનો છે 400 મીટરનો રોડ
મહેસાણા, કલોલ, પાટણ જવા માટે અડાલજ ચોકડીથી ત્રિમંદિર સુધીના આ 400 મીટરના રોડનો ઉપયોગ થાય છે. સરખેજ, ચાંદખેડા અને ગાંધીનગરથી કોઈએ મહેસાણા, કલોલ, પાટણ જવું હોય તો આ રોડ પરથી જ પસાર થવું પડે છે. આમ બધો જ ટ્રાફિક આ રસ્તે એકત્રિત થાય છે. ખાસ તો ભારે વાહનો આ રોડનો ઉપયોગ વધુ કરતા હોવાથી અહીં ટ્રાફિકનું ભારણ રહે છે અને તેને લીધે સ્થાનિકોને મુશ્કેલી પડે છે.

અન્ય સમાચારો પણ છે...