• Gujarati News
  • National
  • કોર્ટની નોટિસ છતાં મ્યુનિ.એ આસિસ્ટન્ટ મેનેજરના ઇન્ટરવ્યૂ લીધા

કોર્ટની નોટિસ છતાં મ્યુનિ.એ આસિસ્ટન્ટ મેનેજરના ઇન્ટરવ્યૂ લીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિ. દ્વારા 24 આસીસ્ટન્ટ મેનેજરોની ભરતીની પ્રક્રિયા માટે લેખિત પરીક્ષા બાદ મંગળવારે ઇન્ટરવ્યુ ગોઠવ્યા હતાં. મ્યુનિ.માં વહીવટી કામગીરીનો 10 વર્ષનો અનુભવ ધરાવતા સબંધિત કર્મચારીઓની પણ અરજી મંગવાઇ હતી. ટેકનીકલ સ્ટાફની ભરતી કરાતા એક ઉમેદવારે હાઇકોર્ટની શરણ લીધી હતી અને નોટીસ છતાં આસી. મેનેજર માટે મંગળવારના રોજ ટેકનીકલ કર્મચારીના ઇન્ટરવ્યુ લીધા હતાં. જેમાંં મ્યુનિ. બહારના છ ઉમેદવારોની ભરતી કરવાની હતી. કુલ 243 ઉમેદવારોએ પરીક્ષામાંથી 38 પાસ થયા હતાં. મંગળવારે ઇન્ટરવ્યુ હતાં. સામાજિક કાર્યકર જોહર વોરાએ કહ્યું હતું કે સવારે 10.00 વાગે મ્યુનિ.કમિશનરે કોર્ટની નોટીસ મળી ગયા બાદ પણ ઇન્ટરવ્યુ લીધા હતા. ડે.કમિશનરે કહ્યું કે હું અધુરા ઇન્ટરવ્યુથી આવ્યો છું. જેથી મને ખબર નથી તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...