તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad શહેરમાં પાંચ દિવસ હળવા વરસાદની વકી

શહેરમાં પાંચ દિવસ હળવા વરસાદની વકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરળ અને અન્ય તટીય વિસ્તારો ઉપર અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાછોતરો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે રાજ્યનાં 11 શહેરમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાઈક્લોનની અસરથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. જેથી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 4-5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યમાં ગુરુવારે ભુજમાં સૌથી વધુ 40.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

ક્યાં કેટલી ગરમી
અમદાવાદ 37.1

ભુજ 40.0

ડીસા 39.4

કંડલા એ. 39.2

સુરેન્દ્રનગર 39.0

રાજકોટ 38.6

અમરેલી 37.9

સુરત 37.6

ઈડર 37.0

ભાવનગર 37.0

અન્ય સમાચારો પણ છે...