• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Ahmedabad City
  • શહેરીજનોએ ભાસ્કરના માધ્યમથી જસ્ટિસ એમ.આર. શાહનો આભાર માન્યો, જસ્ટિસ એમ.આર. શાહે ભાસ્કરના માધ્યમથ

શહેરીજનોએ ભાસ્કરના માધ્યમથી જસ્ટિસ એમ.આર. શાહનો આભાર માન્યો, જસ્ટિસ એમ.આર. શાહે ભાસ્કરના માધ્યમથી કહ્યું, અમદાવાદને નં.1 બનાવો

alt145દિવ્ય ભાસ્કરalt146 સાથેની વિશેષ વાતચીતમાં અમદાવાદીઓને સલાહ આપી કે હક્કો માટે જેટલા જાગૃત છો તેટલા ફરજો પ્રત્યે...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:40 AM
શહેરીજનોએ ભાસ્કરના માધ્યમથી જસ્ટિસ એમ.આર. શાહનો આભાર માન્યો, જસ્ટિસ એમ.આર. શાહે ભાસ્કરના માધ્યમથ
દિવ્ય ભાસ્કરના વાચકો વતી ભાસ્કરના પ્રતિનિધિ દ્વારા જસ્ટિસ એમ.આર.શાહ સમક્ષ આભારની લાગણી પહોંચાડવામાં આવી હતી. સામે જસ્ટિસ એમ.આર.શાહ દ્વારા ભાસ્કર મારફત શહેરીજનોને સંદેશ આપ્યો છે કે, આપણા શહેરને નંબર-1 બનાવો અને તે માટે તમારા હક્કો પ્રત્યે જેટલા જાગૃત છો તેટલા જ તમારી ફરજો પ્રત્યે પણ જાગૃત રહો. તમે તંત્રને સહકાર આપો જેથી સોનામાં સુગંધ ભળે.

દિવ્ય ભાસ્કર પ્રતિનિધિ દ્વારા આજે જસ્ટિસ એમ.આર.શાહની વિશેષ મુલાકાત લઇને તેમના સુધી ભાસ્કરના વાચકો અને શહેરીજનોની લાગણી પહોંચાડવામાં આવી હતી. શહેરમાં હાલની સુખદ સ્થિતિ માટે તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેની સામે જસ્ટિસ એમ.આર.શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,

‘અમદાવાદના જાગૃત લોકોને એક જ સંદેશ કે, દરેક જણ આ શહેરને મારું પોતાનું શહેર ગણે. જેટલા હકો માટે જાગૃત છે તેટલા જ તેની ફરજ પ્રત્યે પણ જાગૃત રહે. અને સંયુક્તરીતે પ્રયાસ કરીને અમદાવાદ શહેરને એક ટોચનું મહાનગર બનાવે. સ્વયં કાયદાનું પાલન કરે અને કરાવે. કોઇપણ સમાજમાં નાગરિકોનો ખૂબ મોટો ફાળો રહેલો છે. તંત્રને સપોર્ટ કરો જેથી સોનામાં સુગંધ ભળે. અને મારું શહેર નંબર વન બને, સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને. સમયની કિંમત સમજો, કાયદાનું પાલન કરવાથી, ખાસ કરીને ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવાથી તમારો પોતાનો સમય બચશે જ પણ તમારા સાથીઓનો પણ સમય બચશે અને દેશ ખૂબજ પ્રગતિ કરશે’.

શુક્રવારે સાંજે 4 વાગ્યે જસ્ટિસ એમ.આર. શાહને કોર્ટ નં.1માં ફૂલ કોર્ટ ફેરવેલ આપવામાં આવશે. જે બાદ તેઓ પટના હાઇકોર્ટ ખાતે જશે. મોટી સંખ્યામાં વકીલો ફેરવેલમાં હાજર રહેશે.

X
શહેરીજનોએ ભાસ્કરના માધ્યમથી જસ્ટિસ એમ.આર. શાહનો આભાર માન્યો, જસ્ટિસ એમ.આર. શાહે ભાસ્કરના માધ્યમથ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App