• Gujarati News
  • National
  • પોલિટેકનિક કોલેજમાં એક્સપર્ટે પોર્નનું ઉદાહરણ આપતા વિવાદ

પોલિટેકનિક કોલેજમાં એક્સપર્ટે પોર્નનું ઉદાહરણ આપતા વિવાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | 19 જુલાઈના રોજ સની વાઘેલાનું આંબાવાડી પોલિટેકનીક ખાતે એથિકલ હેકિંગ પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં ત્યાંના વિદ્યાર્થીઓએ એવો આક્ષેપ મુક્યો હતો કે સની વાઘેલાએ સની લિયોની અને સવિતા ભાભીનું ઉદાહણ આપીને હેકિંગ વિશે સમજાવ્યું હતું આ સિવાય પણ તેમને વિદ્યાર્થિનીઓ અને ત્યાં બેઠેલા મેડમને ક્ષોભમાં મુકાય તેવી વાત પણ કરી હતી. આ વાતને વિદ્યાર્થીઓએ એક લેટરમાં લખી હતી.

એથિકલ હેકિંગ વ્યાખ્યાનમાં વિવાદિત નિવેદનનો વિદ્યાર્થીઓનો વિરોધ
જેમાં જોવા મળ્યું હતુ કે સની લીઓનીનું નામ સાંભ‌ળી છોકરાઓ ઘરે જઈને પેલું ના કરતા. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલો આ લેટર તેમના જણાવ્યા મુજબ તેઓ જીટીયુમાં પણ આપશે જેથી કરીને આ પ્રકારના વ્યાખ્યાનમાં આવા ઉદાહરણો ના આપવામાં આવે. આવું વિદ્યાર્થીઓનું કહેવું હતું.

આ લેટર વોટ્સએપ પર પણ ફરતો થયો હતો ત્યારે વિદ્યાર્થીઓ ઉપરાંત પોલિટેકનિકના પ્રિન્સિપાલ અને સની વાઘેલા સાથે વાત કરતા તેમને આ સંદર્ભે ખુલાસો કર્યો હતો.

પ્રોફેસર સની વાઘેલાએ જણાવ્યું હતુ કે, અમુક વેબસાઈ કે ફોટો આપણે વિઝિટ કરીએ છીએ ત્યાં ઘણી એડ હોય છે લોકો આ પ્રકારની વેબસાઈટ કે ફોટાઓ વધારે વિઝિટ કરે છે અને તેની અંદર ઘણા માલવેર હોય છે.

તેમાં વાયરસ અને એપ્લિકેશન આવી જાય છે. અમુક વેબસાઈટમાં જે હોય છે એ સિમ્પલ રીતે એક્ઝામ્પલ આપીને મે સમજાવ્યું હતું. જેમાં કોઈ ખોટું એક્ઝામ નહોતું આપ્યું.

મે અત્યાર સુધી 1500 સેમિનાર 550થી ઉપર વર્કશોપ કર્યા છે જ્યાં કોઈએ વિરોધ નથી કર્યો. જેનું બીજું કારણ ગવર્મેન્ટ પોલિટેકનિકમાં મારા મામા કામ કરે છે. જેથી ત્યાંની ઈન્ટરનલ પોલિટીક્સ છે જેમાં તેમને ધ્યાનમાં રાખી આ વાત વહેતી કરવામાં આવી છે. મારો મોટીવ અવેરનેસ કરવાનો છે બીજો કોઈ અર્થ કાઢવાનો નહોતો.

જ્યારે પ્રિન્સિપાલ પી.એમ. પટેલે કહ્યું કે, અમારા સ્ટાફમાં પ્રો.ચાંદપુરાના ભાણેજ હોવાથી અમે તેમને બોલાવ્યા હતા. આ ખોટી વેબસાઈટ પર જાઓ તો હેકિંગના ચાન્સ વધે છે કેમ કે એવી સાઈટ પર હેકર્સ વધારે હોય છે એવું તેમને ઉદાહરણ આપ્યું હતું એવું મેં જાણ્યું હતું. તેનો બીજો અર્થ ના હોઈ શકે.

શની વાઘેલાના મામાને એકેડમિક ઈન્સ્પેક્શન સોપ્યું છે જેથી કોલેજમાં કોઈકને તેમની સામે કોન્ફ્લિક્ટ જનરેટ થયા હશે. તો કોઈ કે તેમની અગેન્સ્ટમાં આવું કર્યું હોય તેમ લાગે છે.

અન્ય સમાચારો પણ છે...