24 કલાકમાં 3 હજાર સહિત 19,500 દબાણ દૂર કરાયા

સરખેજ, કે.કે.નગર, જુહાપુરા, કુબેરનગર, સરદારનગરમાં ઓટલા-શેડ તોડી પડાયા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:40 AM
24 કલાકમાં 3 હજાર સહિત 19,500 દબાણ દૂર કરાયા
કોર્પોરેશન-પોલીસે શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવાની ઝુંબેશના ભાગરૂપે ગુરૂવારે 3,097 દબાણો હટાવ્યા છે. સ્ટેન્ડિંગ ચેરમેન અમુલ ભટ્ટે કહ્યું કે, અત્યાર સુધીમાં 320 લારી, 44 ગલ્લા, 695 વાહનો ડીટેઈન કરાયા છે, 6,200 ઓટલા, 5,080 શેડ, 256 બાંધકામ, 900 ક્રોસ વોલ, 280 સીડી અને 5 હજારથી વધુ પરચુરણ સામાન સહિત કુલ 19, 500 દબાણો દૂર કરીને 48 હજાર ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ છે.

સરખેજ ચાર રસ્તાથી શાંતિપુરા સર્કલ, પ્રભાત ચોકથી કે. કે. નગર, વિશાલા સર્કલથી જુહાપુરામાં ઓટલા, શેડ, દબાણો દૂર કરાયા છે. ઉત્તર ઝોનમાં કુબેરનગર, સરદારનગર, સહિતના વિસ્તારોમાં 227 શેડ, 125 ઓટલા, લારી, કેબિન સહિત 795 દબાણો હટાવાયા છે.

X
24 કલાકમાં 3 હજાર સહિત 19,500 દબાણ દૂર કરાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App