Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » ફરી દબાણો ન થાય તે માટે કોર્પોરેશન મહિને 1.22 કરોડ ખર્ચી SRPની બે કંપની બેસાડશે

ફરી દબાણો ન થાય તે માટે કોર્પોરેશન મહિને 1.22 કરોડ ખર્ચી SRPની બે કંપની બેસાડશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:40 AM

શહેરમાં દબાણો દૂર થયા પછીની સ્થિતિ જાળવવા પહેલી વખત લેવાયેલું પગલું SRP બંદોબસ્ત માટે મ્યુનિ. વર્ષે 14.64...

  • ફરી દબાણો ન થાય તે માટે કોર્પોરેશન મહિને 1.22 કરોડ ખર્ચી SRPની બે કંપની બેસાડશે
    મ્યુનિસિપલ કોર્પોરેશન દૂર કરાયેલા દબાણોના સ્થળે ફરીથી દબાણ ન થાય તેની કાળજી રાખવા એસઆરપીની બે કંપની તૈનાત કરશે. કોર્પોરેશન આ માટે વર્ષે 14.64 કરોડ એટલે કે દર મહિને અંદાજે 1.22 કરોડનો ખર્ચ કરશે.

    મ્યુનિ. સત્તાવાળાઓએ રાજ્ય સરકારને કરેલી અપીલને પગલે સરકારે એસઆરપીની બે કંપની આપવાનું મંજૂર કર્યું છે. એસઆરપીની બે કંપની માટેનો ખર્ચ મ્યુનિ. કોર્પોરેશન ભોગવશે.

    સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે કહ્યું કે, દબાણો દૂર કરાયા પછી પુન: દબાણો ન થાય તે માટે તેમજ મ્યુનિ. પ્લોટો અને ટી.પી.રોડ પર થતા દબાણો દૂર કરવા, ઢોર પકડવા જેવી કામગીરી માટે કાયમી ધોરણે ઝુંબેશ હાથ ધરાશે. ઉત્તર ઝોનમાં દબાણો હટાવવાની કામગીરી દરમિયાન મ્યુનિ. કર્મચારીઓ પર હુમલાની ઘટનામાં બે કર્મીઓને ઈજા થઈ હતી તેમજ ઢોર પકડવાની કામગીરી દરમિયાન પણ ટુકડી પર હુમલાના કિસ્સા નોંધાય છે. કેટલીકવાર પોલીસ બંદોબસ્ત ન મળવાને કારણે દબાણો દૂર કરવાની કામગીરી મોકૂફ રાખવી પડતી હોય છે.

    ભદ્ર પ્લાઝા દબાણમુક્ત

    અા તસવીર કાયમ રહેવી જોઈઅે

    એસ્ટેટ વિભાગે ભદ્રના ફેરિયાઓને કહ્યું હતું કે, ભલે તમારી પાસે લાઈસન્સ હોય પણ અત્યારે અહીંથી ખસવું પડશે. અમે નવી પોલિસી જાહેર કરીએ પછી બેસવા દઈશું.

    દરેક ઝોનમાં જરૂર મુજબ SRPની ટુકડી ફાળવવામાં આવશે

    લાઈસન્સ ધરાવતા ફેરિયાને પણ ભદ્ર પ્લાઝામાંથી ખસેડાયા

    દબાણ અને ઢોર પાર્ટી પર થતાં હુમલા રોકવામાં મદદ મળશે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending