રાયપુરના 10 એકર્સ મોલે ફરી પાર્કિંગ ચાર્જ શરૂ કર્યો

હાઇકોર્ટના આદેશ પછી બંધ કરાયો હતો ટૂ-વ્હીલરના રૂ.10, કારના રૂ. 20 વસૂલ્યા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:40 AM
રાયપુરના 10 એકર્સ મોલે ફરી પાર્કિંગ ચાર્જ શરૂ કર્યો
હાઇકોર્ટના ઓર્ડર બાદ શહેર ટ્રાફિક પોલીસ હરકતમાં આવતાં જ શહેરના વિવિધ મોલ દ્વારા ગ્રાહકો પાસેથી ઉઘરાવાતો પાર્કીંગ ચાર્જ લેવાનું બંધ કરી દીધું હતું. ત્યારે રાયપુર દરવાજા બહાર આવેલા 10 એકર્સ મોલ દ્વારા ગ્રાહકો તથા પ્રેક્ષકો પાસેથી ફરજિયાત ટુ વ્હીલર પાર્કિંગના રૂ.10 અને ફોર વ્હીલર પાર્કિંગના 20 રુપિયા વસૂલ કરવાનું શરૂ કરી દીધું છે. તેની રિસિપ્ટમાં ‘ઓનર્સ રિસ્ક’ની વાંધાજનક સૂચના લખાઈ હોવાનું ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું છે.

પરીખે મ્યુનિ. કમિશનર તથા શહેર પોલીસ કમિશનર સમક્ષ કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, પોલીસ કમિશનર સિનેમા થિએટરોને લાઈસન્સ આપે છે તેની શરતો અને જોગવાઇ તેમ જ કોર્પોરેશન સત્તાવાળા દ્વારા બાંધકામના પ્લાન અને નકશા મંજુર કરવામાં પાર્કિંગની જગ્યા આપવાની જોગવાઇ ફરજિયાત છે. પરંતુ પ્રેક્ષકો અને ગ્રાહકો પાસેથી પાર્કીંગ ચાર્જ વસૂલ કરવાની કાર્યવાહી જાહેર નફાખોરી અને અનફેર ટ્રેડ પ્રેકટીસ છે. આ અંગે હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને જાહેર હિત માટે સુઓમોટો દાખલ કરવા આવેદનપત્ર સુપરત કરાશે.

X
રાયપુરના 10 એકર્સ મોલે ફરી પાર્કિંગ ચાર્જ શરૂ કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App