દુબઇના શોમાં સિટીના આર્ટિસ્ટ્સના ચિત્રો

સિટી રિપોર્ટર cbamdavad@gmail.com દુબઈમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં અમદાવાદના આર્ટિસ્ટ્સના પેઈન્ટિંગ્સ મૂકવામાં આવ્યા છે....

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:40 AM
Ahmedabad - દુબઇના શોમાં સિટીના આર્ટિસ્ટ્સના ચિત્રો
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

દુબઈમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં અમદાવાદના આર્ટિસ્ટ્સના પેઈન્ટિંગ્સ મૂકવામાં આવ્યા છે. આર્ટ મુદ્રાના ઉપક્રમે દુબઈમાં 18 સપ્ટેમ્બર સુધી ‘ઈન્ડેક્સ ડિઝાઈન ફોર એક્સપ્રેશન પેઈન્ટિંગ્સ’નો પ્રારંભ થયો છે. જેમાં ભારતના 20 જેટલા આર્ટિસ્ટે પોતાના પેઈન્ટિંગ્સ રજૂ કર્યા છે, જેમાં અમદાવાદના રાજેશ બારૈયા, કિના મૂલ્તાની, હરેશ બારૈયા, અહેમદ હૂસેન અને પ્રવિણ સુથારના પેઈન્ટિંગ્સ મૂકાયાં છે. ક્યુરેટર દક્ષા ખાંડવાલે કહ્યું કે, ‘ ઈન્ડિયન આર્ટને દુનિયામાં પ્રમોટ કરવા માટે હું છેલ્લાં 7 વર્ષથી દુબઈ, ન્યૂયોર્ક અને સિંગાપુરમાં આર્ટ શો કરૂ છું. હું માનું છું કે એમ.એફ.હૂસેન કે પછી બીજા કલકારો કે જેમની આર્ટ ઓલરેડી ફેમસ છે તેમને તો દુનિયાના લોકો ઓળખે જ છે. પણ એવા આર્ટિસ્ટ કે જેમની આર્ટ હજુ એટલી પોપ્યુલર નથી તેમને પ્લેટફોર્મ આપવું મને ગમે છે. આ શોમાં મેં ભારતના 20 આર્ટિસ્ટના પેઈન્ટિંગ્સને દુબઈ શોમાં પસંદ કર્યા છે તેમાં 5 જેટલા આર્ટિસ્ટ અમદાવાદમાંથી પણ છે.’ જ્યારે આર્ટિસ્ટ રાજેશ બારૈયાએ કહ્યું કે, ‘ રણનું વાહન ઊંટ છે ત્યારે દુબઈમાં હું મારા કેમલ સિરિઝ પરના પેઈન્ટિંગ્સ અને વેવ્ઝ સિરિઝ પર કરેલું કામ પ્રદર્શિત કરવાનો છું.’

X
Ahmedabad - દુબઇના શોમાં સિટીના આર્ટિસ્ટ્સના ચિત્રો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App