15મી સુધી ભારે વરસાદની શક્યતા નથી

13 ઓગસ્ટની આસપાસ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સક્રિય થયા પછી વરસાદ પડી શકે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:40 AM
15મી સુધી ભારે વરસાદની શક્યતા નથી
અમદાવાદ | મધ્યપ્રદેશમાં સક્રિય થયેલું લો-પ્રેશર અને રાજસ્થાનમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી 4થી 5 દિવસો સુધી અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડી શકે છે. પરંતુ, 13 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સક્રિય થવાની શક્યતા છે, જેની સૌથી વધુ અસર મધ્ય ભારતનાં રાજ્યમાં થવાની શક્યતા છે. જેથી 15મી ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે.

ગુજરાતમાં 20 ટકા, અમદાવાદમાં 61 ટકા અને કચ્છમાં સૌથી વધુ 78 ટકા વરસાદની ઘટ

લો-પ્રેશર અને અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરોથી 8 મી ઓગસ્ટે અમદાવાદનાં કેટલાક વિસ્તારમાં સમી સાંજે ધોધમાર વરસાદ 15.5 મીમી પડ્યો હતો. જો કે, હાલમાં રાજ્યમાં અત્યાર સુધી 426.8 મીમી.ની સામે 339.8 મીમી. વરસાદ એટલે કે 20 ટકા અને રાજ્યનાં 9 જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદની ઘટ છે. જેમાં અમદાવાદમાં 61 ટકા અને રાજ્યમાં સૌથી વધુ 78 ટકા વરસાદની ઘટ કચ્છમાં છે. તેમજ આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી.

બુધવારે લો-પ્રેશર અને અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરોથી અમદાવાદમાં દિવસ દરમિયાન આકાશ ગોરંભાયેલું રહ્યા બાદ મોડી સાંજે ન્યૂ રાણીપ, રાણીપ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, સેટેલાઇટ,વાડજ અને એસજી હાઇવે નજીક આવેલાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. લગભગ બેથી ત્રણ કલાક વરસાદની જોરદાર બેટિંગને કારણે અડધો ઇંચ વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

આ જિલ્લામાં વરસાદની આટલી ઘટ

જિલ્લો સામાન્ય પડ્યો ઘટ

કચ્છ 229.2 51.0 78 ટકા

ગાંધીનગર 439.5 133.9 70 ટકા

અમદાવાદ 383.3 148.3 61 ટકા

સુરેન્દ્રનગર 309.7 125.2 60 ટકા

પાટણ 314.0 127.7 59 ટકા

મહેસાણા 391.3 172.6 56 ટકા

મોરબી 325.6 146.6 55 ટકા

બનાસકાંઠા 342.3 156.0 54 ટકા

નોંધ : વરસાદના આંકડાં મીમીમાં છે.

X
15મી સુધી ભારે વરસાદની શક્યતા નથી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App