• Gujarati News
  • National
  • બિલ્ડિંગમાં આગ બુઝાવવાના સાધનો ન હોવાથી 8 માળ સુધી પાઈપ લઈ જવાઈ

બિલ્ડિંગમાં આગ બુઝાવવાના સાધનો ન હોવાથી 8 માળ સુધી પાઈપ લઈ જવાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લો ગાર્ડનની સામેના બ્રોડવે બિઝનેસ સેન્ટર (બીબીસી) બિલ્ડિંગના 8મા માળે શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હતી. વી માર્ટ સ્ટોર ધરાવતી બિલ્ડિંગના 8માં માળે ઓઈલ ટ્રેડિંગની ઓફિસમાં લાગેલી આગમા કોઈ જાનહાનિ થઈ નથી. કાચ તોડતાં 1ને સામાન્ય ઈજા થઈ હતી. હેલ્થ અને એસ્ટેટ વિભાગની મદદથી બિલ્ડિંગમાં 14 યુનિટને ‘સીલ’ કરાયા છે. જે યુનિટમાં આગ લાગી તેની એફએસએલની ટીમે મુલાકાત લેવાની હોવાથી તેને સીલ કરાયું નથી. બિલ્ડિંગની ફાયર સિસ્ટમ બંધ હતી અને વર્ષોથી મેઈન્ટેઈન કરાઈ નથી. એડીશનલ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કહ્યું કે, ઘટનાને પગલે બે ફાયર ફાઈટર, 4 ટેન્કર, અને હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિત 30 જવાનોનો ત્યાં પહોંચી ગયો હતો. ફાયર એક્ષ્ટીંગ્વિશર સિસ્ટમ અને પાઈપો સડેલી અને તૂટેલી હતી અને આગ બૂઝાવવાના સાધનો ન હોવાથી 8મા માળ સુધી પાઈપ લઈ જઈને આગ પર કાબૂ મેળવાયો હતો.

ફાયર સિસ્ટમ બંધ હતી છતાં 5 મહિના પહેલાં જ NOC રિન્યૂ થઈ, બિલ્ડિંગના14 યુનિટ સીલ
બિલ્ડિંગમાં વેંટિલેશનની વ્યવસ્થા ન હોવાથી ફાયરબ્રિગેડે કાચ તોડ્યા
બીબીસી બિલ્ડિંગમાં ફાયર વિભાગે વેન્ટિલેશન માટે કાચ તોડી નાખ્યા હતા.

ફાયર સાધનો, સિસ્ટમ ન હોવા છતાં NOC અપાયું
બીબીસી બિલ્ડિંગમાં ફાયર એન.ઓ.સી. માર્ચ, 2018માં રીન્યુ કરાયું છે. આ બિલ્ડિંગમાં આગ બૂઝાવવાના સાધનો અને સિસ્ટમ ન હોવા છતાં એન.ઓ.સી. કેવી રીતે અપાયું અને કોણે ચેક કર્યું ? તેવો પ્રશ્નાર્થ સર્જાયો છે. શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગ્સની ફાયર એન.ઓ.સી. ચકાસવામાં આવે તો ચોંકાવનાર તથ્યો બહાર આવે તેવી શક્યતા છે. શહેરના હાઈરાઈઝ બિલ્ડિંગમાં એન.ઓ.સી. ચકાસવા માટેની ઝૂંબેશ હાથ ધરવી જોઈએ અને ફાયર સિસ્ટમ સાથે ચેડાં કરનારને બ્લેક લિસ્ટ કરવા જોઈએ તેવું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...