તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તેમનો જન્મ દિવસ 13મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં જ

તેમનો જન્મ દિવસ 13મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં જ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તેમનો જન્મ દિવસ 13મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં જ ઉજવણી કરાશે. અમદાવાદથી તેઓ 23મી સપ્ટેમ્બરના રોજ વિદાય લઇને સાળંગપુર ખાતે પહોંચશે. ત્યાં છ દિવસના રોકાણ બાદ 29મી સપ્ટેમ્બરના રોજ ભાવનગર રવાના થશે. ત્યાં 10મી ઓક્ટોબર સુધી રોકાણ કરશે.

મહંત સ્વામી હાલ વડોદરાના અટલાદરા ખાતે છે. ત્યાંથી તેમનું અમદાવાદમાં આગમન થશે. દરરોજ સવારે 5-15થી 7-15 સુધી મહંત સ્વામીના દર્શન પ્રાપ્ત થશે અને સાંજે 6થી 8 સાંય સભા યોજાશે. જન્માષ્ટમીના દિવસે રાત્રે 8થી 10 સભા યોજાશે. તેમના સમીપથી દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. દરેક હરિભક્ત તેમના દર્શનના લહાવો લઇ શકે તે માટે ત્રણ ભાગમાં વ્યવસ્થા ઊભી કરાઇ છે. તે માટે અમદાવાદના વિસ્તારને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. આ ઉપરાંત બાળદિનથી માંડીને યુવા દિન, કાર્યકર દિન, ગુરુભક્તિ દિન, ગ્રામ્ય દિન, ભક્તિદિન, શિશુ દિનના નામ હેઠળ જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...