સીમેટની પરીક્ષા ન આપનારને MBA-MCAમાં પ્રવેશ મળશે

સેકન્ડ રાઉન્ડ પછી પણ 15 હજાર બેઠકો ખાલી 10થી 18 ઓગસ્ટ દરમિયાન પિન વિતરણ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:40 AM
સીમેટની પરીક્ષા ન આપનારને MBA-MCAમાં પ્રવેશ મળશે
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

એમબીએ-એમસીએની સેકન્ડ રાઉન્ડ઼ના અંતે ખાલી પડેલી 15,000 બેઠક પર નોન સીમેટ એટલે કે એન્ટ્રન્સ ટેસ્ટ ક્લીયર ન કરી હોય તેવા વિદ્યાર્થીઓને માટેના પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ 10મી ઓગસ્ટથી 18મી ઓગસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓને પિન આપવાની, ઓન લાઈન રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહી રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ રૂ. 350 આપીને પિન મેળવી શકશે, અગાઉ જેમણે પિન મેળવી છે તેમણે ફરીથી પિન લેવી જરૂરી નથી.

અગાઉ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા વિદ્યાર્થીઓને www.gujacpc.nic.in ઉપર જઈને ઓનલાઈન એડમિશન કરાવવાનું રહેશે.વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેની જાણકારી મેળવવા માટે www.jacpcldce.ac.in પર સંપર્ક કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

20 ઓગસ્ટે મેરિટ જાહેર થશે

એમબીએ-એમસીએ ખાલી બેઠકોની જાહેરાત 9 ઓગસ્ટ

કોટક મહિન્દ્રા બેન્કમાંથી પિન વિતરણ,રજિસ્ટ્રેશન 10થી 18 ઓગસ્ટ

ડોક્યુમેન્ટસ-રજિસ્ટ્રેશન ફોર્મ જમા કરાવાની પ્રક્રિયા 10થી 18 ઓગસ્ટ

ઈન્સ્ટિટ્યૂટ લેવલ પર પ્રવેશ મેરિટ જાહેરાત 20 ઓગસ્ટ

ઈન્સ્ટિટ્યૂટ ખાતે વેકન્ટ ક્વોટા સીટ માટે કાઉન્સેલિંગ 21થી 24 ઓગસ્ટ

X
સીમેટની પરીક્ષા ન આપનારને MBA-MCAમાં પ્રવેશ મળશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App