• Gujarati News
  • National
  • બાળકને ઇન્જેક્શનનું રિએક્શન આવતા તબીબ સામે ફરિયાદ

બાળકને ઇન્જેક્શનનું રિએક્શન આવતા તબીબ સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | નરોડામાં રહેતા એક પરિવારના દસ વર્ષીય પુત્રને તાવ આવતા સ્થાનિક ડોકટર પાસે સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં ડોકટરે ઇન્જેક્શન આપ્યા બાદ બાળકને જમણાં પગમાં અપંગતા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં બેદરકારી દાખવી દર્દને તકલીફ પહોંડાવવા બદલ બાળકના દાદાએ ડોકટર સામે ફરિયાદ નોંધાવી છે.

ઘરે ગયા પછી ચાલવાનું બંધ થતાં બેદરકારી અંગે પોલીસ ફરિયાદ
નરોડામાં આવેલા વિઠલ પ્લાઝાની સામે આવેલા છાપરામાં રેહતા સવાજી રાજાજી બાવરી મંજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સવાજી ભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ડિસેમ્બર 2017 માં તેમના 10 વર્ષીય પૌત્ર અશોક બાવરીને તાવ આવતો હોવાથી વિઠલ પ્લાઝા પાસેજ આવેલા સ્થાનિક ક્લિનિક જ્યોતિબેન શ્રોફ ના ત્યાં લઈ ગયા હતા. અશોકને તાવ વધારે હોવાથી જ્યોતિબેનએ તેને જમણા પગ પર ઇંજેક્શન આપ્યું હતું. ઇન્જેક્સન લીધાબાદ અશોકને ઘરે ગયા બાદ પગમાં દુઃખાવો શરૂ થયો હતો.

સવાજીભાઈ આ અંગે ફરીવાર અશોકને લઈને ડોક્ટર પાસે ગયા હતા અને પગમાં દુખાવા અંગે જણાવ્યું હતું ત્યારે ડોક્ટર જ્યોતિબેનને દુખાવાની બે દિવસની ગોળી આપી બરફ ઘસવાનું જણાવ્યું હતું.પરંતુ બે દિવસ બાદ પણ અશોકને પગના ભાગે ખુબજ દુખાવો થતા તેમજ અપગ જેવી સ્થિતિ સર્જાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અંગે લઈ ગયા હતા.ત્યાં ડોક્ટરે તાપસ કર્યા બાદ પગમાં ઇન્જેક્શન ખોટી રિતે આપી દેવાના કારણે અશોક સાથે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અશોકને પગ માં અપગતા આવી જતા સાધના હોસ્પિટલમાં તેના પગની સર્જરી કરવાવવામાં આવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી જ્યોતિ શ્રોફ કલીન્ક અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...