‘સક્સેસફૂલ આંત્રપ્રિન્યોર બનવા દરરોજ નવા આઇડિયા આપો’

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તીએ કહ્યંુ કે

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:40 AM
Ahmedabad - ‘સક્સેસફૂલ આંત્રપ્રિન્યોર બનવા દરરોજ નવા આઇડિયા આપો’
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા જાણીતા ઉદ્યોગપતિ અને ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તીની ‘વિટ એન્ડ વિઝડમ ઓફ નારાયણ મૂર્તી પર ટૉક યોજાઈ હતી. જેમાં નારાયણ મૂર્તીએ તેમનાં જીવનનાં કેટલાક કિસ્સા અને સક્સેસ મંત્ર વિશે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, ‘ હું સામાન્ય પરિવારમાંથી આવું છું અને બાળપણથી અમને સામાન્ય લાઇફ તેમજ નેચરલ લાઈફ જીવતા શીખવાડ્યું હતું. પોતાની બેઝિક જરૂરિયાત પુરી કરવા માટે દરેક લોકોને પૈસાની જરૂર હોય છે. પણ જો આપણે કોઈ જરુરિયાતમંદને મદદ કરીએ ત્યારે તેનાં ચહેરા પરની સ્માઈલ કંઈક અલગ હોય છે. લાઈફમાં સક્સેસ થવાના બે રસ્તાઓ છે, જેમાં એક છે તમારી પાસે ગમે એટલો પાવર હોય પણ તમે સામાન્ય લાઈફ જીવી બીજાના ચહેરા પર સ્માઈલ આપો. જ્યારે બીજામાં તમારી સાથે કામ કરતા લોકો માટે એક પરફેકટ લિડર બની શકો છો.’ તેમણે આંત્રપ્રિન્યોર્સને ટિપ્સ આપતા કહ્યું કે, ‘ એક સક્સેફૂલ આંત્રપ્રિન્યોર બનવા માટે તમારી પાસે રોજ કોઈ નવો આઈડીયા હોવો જોઈએ.’

વાયફ્લો અમદાવાદ ચેપ્ટરમાં ‘વિટ એન્ડ વિઝડમ ઓફ નારાયણ મૂર્તી’ પર ટૉક

X
Ahmedabad - ‘સક્સેસફૂલ આંત્રપ્રિન્યોર બનવા દરરોજ નવા આઇડિયા આપો’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App