• Gujarati News
  • National
  • સરકારી વાહનોને વ્હીકલ ટેક્સ માફી માટે લાઇફ ટાઇમ ટોકન ઇશ્યૂ કરાશે

સરકારી વાહનોને વ્હીકલ ટેક્સ માફી માટે લાઇફ ટાઇમ ટોકન ઇશ્યૂ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકાર ખાતાઓ અને સંસ્થાઓ તથા સરકારી કામકાજ માટે ખરીદવામાં આવેલા વાહનોને વ્હીકલ ટેકસમાંથી માફી માટે લાઇફ ટાઇમ ટોકન ઇસ્યુ કરાશે. અત્યાર સુધી આ પ્રકારના વાહનોની ખરીદી માટે મ્યુનિ. દ્વારા આરટીઓનું અભિપ્રાય લેવામાં આવતો હતો અને તેના આધારે આ વાહનોને વ્હીકલ ટેકસ માફી ટોકન, પહોંચ અને આરટીઓની કોપી આપવામાં આવતી હતી. હવે આ પ્રકારની સિસ્ટમમાં સુધારો કરાશે અને તે અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે. સરકારી વાહનો, વાહનવ્યવહારો, સંસ્થા માટે વપરાતા વાહનો, કોર્પોરેશનના વાહનો, સાર્વજનિક હેતુ માટે વપરાતા હોય અને નફાનો હેતુ ન હોય તેવા વાહનો, ઈજા પામેલા કે મૃત્યુ પામેલા વાહનો, બાબા ગાડીઓ, ટ્રાઇસિકલ વેગેરેનો આ કેટેગરીમાં સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...