વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ભારતમાં નહિ દેખાય, પણ શુભ-અશુભ અસર રહેશે

શનિવારે દેખાનારું ખગ્રાસ સૂર્યગ્રહણ કેટલીક રાશિઓ માટે ભારે રહી શકે 2018ની જેમ 2019માં પણ ત્રણ સૂર્યગ્રહણ અને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:40 AM
વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ભારતમાં નહિ દેખાય, પણ શુભ-અશુભ અસર રહેશે
આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ શનિવારે બપોરે 1.32 વાગ્યે શરૂ થશે અને સાંજે 5.01 વાગ્યે પૂરું થશે. આ ગ્રહણનું સૂતક 10મી ઓગસ્ટે રાત્રે 1.32 વાગ્યે શરૂ થશે. વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહિ. જોકે ચીન, કેનેડા, આઇસલેન્ડ, ઉત્તર અમેરિકા, નોર્થ-વેસ્ટ એશિયા, દક્ષિણ કોરિયા અને રશિયાના મૉસ્કોમાં દેખાઈ શકે છે. 2018માં આ પહેલાં બે સૂર્યગ્રહણ - 15 ફેબ્રુઆરી અને 13 જુલાઈએ જોવા મળ્યાં હતાં. જોકે તે આંશિક હતાં, પરંતુ શનિવારે થનારું સૂર્યગ્રહણ ખગ્રાસ હશે. ભારતમાં ન દેખાવા છતાં તેની અસર દેશ પર પડશે તેવું જ્યોતિષીઓનું માનવું છે. જ્યોતિષી આશિષ રાવલ કહે છે કે, આ સૂર્યગ્રહણ કેટલીક રાશિઓ પર ભારે રહેશે તો કેટલીક રાશિઓ માટે લાભકારી સાબિત થઈ શકે છે. જાેકે આવતા વર્ષે પણ 3 સૂર્યગ્રહણ દેખાશે. 2019માં કુલ 6 ગ્રહણો યોજાશે જેમાં ત્રણ ચંદ્રગ્રહણ અને 3 સૂર્યગ્રહણ જોવા મળશે.

રાશિઓ પર સૂર્યગ્રહણથી થનારી અસર

શુભ અસર

મેષ :
શુભ તક મળે અને માન-સન્માનના પ્રસંગો બને શેરબજારથી ફાયદો થાય. અકસ્મિક લાભ થવાની સંભાવના.

‌વૃષભ : અત્યાર સુધી અટકેલા કાર્યો થવા લાગશે. વિદેશ ગમન, સંતાન દ્વારા માન સમ્માન પણ વધશે.

કન્યા : નવી મુલાકાતથી ફાયદો, નોકરી સાથે ધંધો થાય.

તુલા : આકસ્મિક ધન પ્રપ્તિ, માંગલીક કાર્યો થાય.

વૃશ્ચિક : નજીકના સમયમાં એક હથ્થુ શાસન થાય.

મકર : નવી તકો મળે, મિત્ર વર્ગથી ફાયદો થાય.

કુંભ : સતત પ્રગતિમાં વધારો થાય, જમીન મકાન શેર-બજારમાં ફાયદો થાય.

ગ્રહણની અસરથી પાણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા

આ ગ્રહણની કુંડળી વૃશ્ચિક લગ્નથી ઉદિત થાય છે, લગ્નેશ મંગળ ત્રીજા સ્થાનમાં કેતુની સાથે યુતિમાં છે. આ ગ્રહણની કુંડળી કાલસર્પ યોગમાં બને છે જેમાં ચતુરથ ગ્રહોની યુતિ ભાગ્ય સ્થાનમાં થવાથી ગુરુ જેવો શુભ ગ્રહ દૃષ્ટિ કરતો નથી, જેથી અશુભ તત્વ વધારો થાય છે. પાણીજન્ય તેમજ આંખોના રોગો ફેલાશે. આ ગ્રહોની યુતિ ભાગ્ય સ્થાનમાં થવાથી ધર્મસ્થાન મંદિર મસ્જિદ ઉપરાંત કચેરી પર હુમલાની શક્યતા રહેલી છે.

અશુભ અસર

મિથુન :
માનસિક ચિંતા, ચામડીની બિમારી થાય, દેવામાં વધારો થાય.

કર્ક : ખરાબ સોબતનો ભોગ બનાય, નોકરી ધંધામાં ઝગડા, પ્રેમમાં ખોટી વ્યક્તિ પર વિશ્વાસ મુકાય.

સિહ : મહેનત પ્રમાણે સફળતા ન મળે, આરોગ્યના પ્રશ્નો બને.

ધન : માનસિક ઉદવેગ, આકસ્મિક અણધાર્યા ખર્ચ થાય.

X
વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ભારતમાં નહિ દેખાય, પણ શુભ-અશુભ અસર રહેશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App