• Gujarati News
  • National
  • વાહન માટે ઇ પેમેન્ટની નિમ્નકક્ષાની સિસ્ટમને લીધે રોજનું 1500નું વેચાણ 250 થયું

વાહન માટે ઇ-પેમેન્ટની નિમ્નકક્ષાની સિસ્ટમને લીધે રોજનું 1500નું વેચાણ 250 થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના વાહનવ્યવહાર વિભાગે કોઇ પણ જાતની ચકાસણી વગર વાહન ડિલરો તેમજ માલિકો ઉપર ઇપેમેન્ટની સિસ્ટમ ઠોકી બેસાડી તેનો કડક અમલ કરાવવાના નિર્ણયથી ઓટોમોબાઇલ માર્કેટને સીધી અસર થઇ રહી છે. ઇપેમેન્ટની નિમ્નકક્ષાની સિસ્ટમને કારણે રોજના 1500 વાહનોનું વેચાણ 250 પર આવી ગયું છે. હાલની સ્થિતી એવી થઇ ગઇ છે,કે ડીલરના ત્યાં જનાર ગ્રાહકને સંપૂર્ણ ઇપેમેન્ટની કામગીરી થયા પછી જ વાહન લઇ જવા દેવાની ફરજ પાડવાનો વિવાદ ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરશે.

સરકારે ગત પહેલી ઓગસ્ટથી વાહનમાં ઇપેમેન્ટ સિસ્ટમ અમલી બનાવતાની સાથે જ સુભાષબ્રિજમાં અધિકારીઓની આંતરિક બદલી કરી દેવાઇ છે. જેના કારણે કામગીરી ખોરવાઇ ગઇ છે. આરટીઓએ અગ્રણી અધિકારીઓની સૂચનો પણ લીધા નથી. એજન્ટોના કહેવાથી બદલી કરી હોવાનું પણ મનાય છે. બદલીના લીધે વાહનની નવી સિસ્ટમ ઠપ થઇ ગઇ છે. વાહનના ઇપેમેન્ટની નવી સિસ્ટમથી ડીલરોની સાથે ગ્રાહકોને પણ નુકસાન થઇ રહ્યું છે.આમછતાં આરટીઓ સબસલામત હોવાનો દાવો કરે છે. લોકોની ચિંતા વગર સરકારના ઇશારે આડેધડ લેવાતા નિર્ણયોનો આમજનતા ભોગ બની રહી છે. આગામી તહેવારોમાં સ્થિતિ વધુ કફોડી થશે.

OTPજાહેર નહીં કરવાના નિયમોનું ઉલ્લંઘન
સરકાર કહે છેકે કોઇ પણ નાગરિકે પોતાનો ખાનગી ઓટીપી જાહેર કરવો નહીં. જ્યારે વાહનના નવા સોફટવેરમાં ગ્રાહકના મોબાઇલમાં ઓટીપી આવે છે. આ ઓટીપી ડિલરના માણસને આપવાનો હોય છે.

પેમેન્ટનો પ્રશ્ન એનઆઇસીનો છે
વાહન ઇપેમેન્ટના હાલ જે પણ ઇસ્યુ છે તે એનઆઇસીના છે. આરટીઓના કોઇ ઇસ્યુ નથી. ડીલરોની સાથે લોકોનો પણ રિસ્પોન્સ સારો છે. એસ.પી.મુનિયા, સુભાષબ્રિજ આરટીઓ.

અન્ય સમાચારો પણ છે...